<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.295 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 295

# Viyahapannatti 295

Viyāhapannatti: ṭīkānusārī vivecana 295

- **Language:** Gujarati

### [295](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.295)

‘ભગવતી’ સૂત્ર-૧૯૧, ૧૯૨ :– \[૩/૬/૧૯૧, ૧૯૨\]  
\[૧૯૧\] ભગવન્‌! રાજગૃહ નગરમાં રહેલ માયી, મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્ય-વૈક્રિય-વિભંગજ્ઞાન લબ્ધિથી વારાણસી નગરીની વિકુર્વણા કરીને, તેમાંના રૂપોને જાણે, જુએ? - હા, જાણે, જુએ,  
ભગવન્‌! તે તથાભાવે જાણે - જુએ કે અન્યથા ભાવે જાણે - જુએ? ગૌતમ! તથાભાવે ન જાણે - જુએ, પણ અન્યથા ભાવે જાણે - જુએ. ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! તેને એમ થાય છે કે – વારાણસીમાં રહીને મેં રાજગૃહનગરની વિકુર્વણા કરી, તેના રૂપોને જાણું છું અને જોઉં છું. એવું તેનું વિપરીત દર્શન હોય છે. માટે એમ કહ્યું કે - યાવત્‌ - તે અન્યથા ભાવે જાણે છે - જુએ છે.  
ભગવન્‌! વાણારસીમાં રહેલ માયી મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર યાવત્‌ રાજગૃહનગરનું વિકુર્વણા કરીને તેમાંના રૂપોને જાણે-જુએ? હા, જાણે-જુએ. બધું પૂર્વવત્‌ યાવત્‌ તેને એમ થાય કે રાજગૃહ નગરમાં રહેલો હું વારાણસીની વિકુર્વણા કરી તેમાંના રૂપોને જાણું છું-જોઉં છું, એવું તેનું દર્શન વિપરીત હોય છે, તેથી એમ કહ્યું.  
ભગવન્‌! માયી મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર, વીર્ય-વૈક્રિય-વિભંગજ્ઞાન લબ્ધિથી વારાણસી અને રાજગૃહનગરી મધ્યે એક મોટા જનપદ સમૂહની વિકુર્વણા કરીને તે વારાણસી અને રાજગૃહનગરી મધ્યે એક મોટા જનપદ સમૂહને જાણે-જુએ? - હા, જુએ. શું તેને તથાભાવે જાણે - જુએ કે અન્યથા ભાવે? – અન્યથાભાવે.  
એમ કેમ કહ્યું? ગૌતમ! તેને એવું થાય છે કે આ વારાણસી છે, આ રાજગૃહ છે. તેની વચ્ચે આવેલ આ એક મોટો જનપદ સમૂહ છે. પણ તે મારી વીર્ય-વૈક્રિય-વિભંગજ્ઞાન લબ્ધિથી નથી, પણ મારા લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ નથી. એવું વિપરીત દર્શન તેને થાય છે, માટે કહ્યું કે યાવત્‌ તે પ્રમાણે જુએ છે.  
\[૧૯૨\] વારાણસીમાં રહેલ અમાયી, સમ્યગ્‌દૃષ્ટિ, ભાવિતાત્મા અણગાર વીર્ય-વૈક્રિય-અવધિજ્ઞાન લબ્ધિ વડે રાજગૃહનગરી વિકુર્વીને તેમાંના રૂપોને જાણે-જુએ? - હા. - ભગવન્‌! તે તથાભાવે જાણે-જુએ કે અન્યથાભાવે? ગૌતમ! તથાભાવે જાણે-જુએ, અન્યથા ભાવે નહીં.  
ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! તેને એમ થાય છે કે વારાણસીમાં રહેલો હું રાજગૃહને વિકુર્વીને તેમાંના રૂપોને જાણું છું - જોઉં છું. તેનું દર્શન વિપરીતતા રહિત હોય છે. તેથી ગૌતમ! એમ કહ્યું. બીજો આલાવો પણ એ રીતે જ કહેવો. વિશેષ આ - વિકુર્વણા વાણારસીની કહેવી અને રાજગૃહમાં રહીને રૂપોનું જાણવું-જોવું સમજવું.  
ભગવન્‌! અમાયી, સમ્યગ્‌દૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્ય-વૈક્રિય-અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ અને વારાણસી વચ્ચે એક મોટો જનપદસમૂહ વિકુર્વે, -X-તે જનપદસમૂહને જાણે-જુએ? ગૌતમ! હા, જાણે-જુએ. ભગવન્‌! તે તેને યથાભાવે જાણે-જુએ કે અન્યથા ભાવે? ગૌતમ! તે યથાભાવે જાણે-જુએ. અન્યથાભાવે નહીં.  
ભગવન્‌! તેનું શું કારણ? ગૌતમ! તેને એમ થાય છે કે તે રાજગૃહ કે વારાણસી કે તેની વચ્ચેનો જનપદસમૂહ નથી, પણ એ મારી વીર્ય-વૈક્રિય-અવધિજ્ઞાન લબ્ધિ છે, મેં લબ્ધ-પ્રાપ્ત-સન્મુખ કરેલ ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છે. તેનું દર્શન અવિપરીત હોય છે, તે કારણથી ગૌતમ! પૂર્વવત્‌ કહેલું છે.  
ભગવન્‌! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો લીધાં સિવાય એક મોટા ગામ-નગર યાવત્‌ - સંનિવેશના રૂપને વિકુર્વવા સમર્થ છે? ના, સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાવો પણ કહેવો. વિશેષ આ - બાહ્ય પુદ્ગલો લઈને તેવા રૂપ વિકુર્વવાને સમર્થ છે.  
ભગવન્‌! ભાવિતાત્મા અણગાર કેવા ગ્રામાદિરૂપ વિકુર્વવા સમર્થ છે? જેમ કોઈ યુવાન, યુવતીના હાથને હાથ વડે દૃઢ ગ્રહણ કરે આદિ પૂર્વવત્‌, યાવત્‌ એ રીતે વિકુર્વશે નહીં. એમ સંનિવેશરૂપ સુધી જાણવું.

- [Previous: 294](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.294)
- [Next: 296](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.296)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.3.6.191-192) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.295](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.295) · Pramāṇa
