<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.689 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 689

# Viyahapannatti 689

Viyāhapannatti: ṭīkānusārī vivecana 689

- **Language:** Gujarati

### [689](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.689)

‘ભગવતી’ સૂત્ર-૪૫૫ થી ૪૫૭ :– \[૯/૩૨/૪૫૫ થી ૪૫૭\]  
\[૪૫૫\] ભગવન્‌! મનુષ્ય પ્રવેશનક કેટલા ભેદે છે? ગાંગેય! બે ભેદે - સંમૂર્ચ્છિમમનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક પ્રવેશનક.  
ભગવન્‌! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં? ગાંગેય! સંમૂર્ચ્છિમમાં હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય. - - ભગવન્‌! બે મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્ચ્છિમમાં હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય - અથવા - એક સંમૂર્ચ્છિમમાં હોય, એક ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય. એ પ્રમાણે આ ક્રમથી નૈરયિક પ્રવેશનક માફક, મનુષ્ય પ્રવેશનક પણ દશ સુધી કહેવો. - - ભગવન્‌! સંખ્યાતા મનુષ્યોની પૃચ્છા. ગાંગેય! સંમૂર્ચ્છિમમાં પણ હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ હોય. - અથવા - એક સંમૂર્ચ્છિમમાં, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય - અથવા - બે સંમૂર્ચ્છિમમાં, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય. આ રીતે એક-એકને વધારતા યાવત્‌ - અથવા - સંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય, સંખ્યાતા ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય.  
ભગવન્‌! અસંખ્યાતા મનુષ્યો? ગાંગેય! બધાં જ સંમૂર્ચ્છિમમાં હોય. - અથવા - અસંખ્યાતા સંમૂર્ચ્છિમમાં, એક ગર્ભવ્યુત્ક્રાંતિક માં હોય - અથવા - અસંખ્યાતા સંમૂર્ચ્છિમમાં, બે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં હોય, એ પ્રમાણે યાવત્‌ અસંખ્યાતા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં, સંખ્યાતા ગર્ભ વ્યુત્ક્રાંતિકમાં હોય.  
ભગવન્‌! ઉત્કૃષ્ટા મનુષ્યો? ગાંગેય! તે બધાં સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય અથવા સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોમાં હોય. - - ભગવન્‌! આ સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનકમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગાંગેય! સૌથી થોડા ગર્ભ૦, સંમૂર્ચ્છિમ૦ અસંખ્યાતા.  
\[૪૫૬\] ભગવન્‌! દેવ પ્રવેશનક કેટલા ભેદે છે? ગાંગેય! ચાર ભેદે. - ભવનવાસી દેવ પ્રવેશનક યાવત્‌ વૈમાનિક દેવ પ્રવેશનક. ભગવન્‌! એક જીવ દેવ પ્રવેશનકથી પ્રવેશતા શું ભવનવાસીમાં હોય, વ્યંતર - જ્યોતિષ્ક-વૈમાનિકમાં હોય? ગાંગેય! ભવનવાસીમાં હોય, વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકમાં પણ હોય.  
ભગવન્‌! બે દેવ, દેવ પ્રવેશનકમાં? ગાંગેય! ભવનવાસીમાં હોય, વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકમાં પણ હોય. - અથવા - એક ભવનવાસીમાં, એક વ્યંતરમાં હોય. એ પ્રમાણે તિર્યંચયોનિક પ્રવેશનક માફક અહીં કહેવું યાવત્‌ અસંખ્યાત.  
ભગવન્‌! ઉત્કૃષ્ટા? ગાંગેય! બધાં જ જ્યોતિષ્કમાં હોય - અથવા - જ્યોતિષ્ક, ભવનવાસીમાં હોય, - અથવા - જ્યોતિષ્ક, વ્યંતરમાં હોય, અથવા જ્યોતિષ્ક, વૈમાનિકમાં હોય - અથવા - જ્યોતિષ્ક, વ્યંતર, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વ્યંતરમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વૈમાનિકમાં હોય અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વ્યંતર, વૈમાનિકમાં હોય.  
ભગવન્‌! આ ભવનવાસી - વ્યંતર - જ્યોતિષ્ક - વૈમાનિક દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગાંગેય! સૌથી થોડા વૈમાનિક દેવ પ્રવેશનક છે, ભવનવાસી૦ અસંખ્યાતગણા, વ્યંતર૦ અસંખ્યાતગણા. જ્યોતિષ્ક દેવ પ્રવેશનક સંખ્યાતગણા છે.  
\[૪૫૭\] ભગવન્‌! આ નૈરયિક૦ તિર્યંચ૦ મનુષ્ય૦ દેવ પ્રવેશનકમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગાંગેય! સૌથી થોડાં મનુષ્ય પ્રવેશનક, નૈરયિક૦ અસંખ્યાતગણા, દેવ૦ અસંખ્યાતગણા, તિર્યંચયોનિક પ્રવેશનક તેનાથી અસંખ્યાતગણા છે.

- [Previous: 688](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.688)
- [Next: 690](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.690)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.9.32.455-457) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.689](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.689) · Pramāṇa
