<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.783 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 783

# Viyahapannatti 783

Viyāhapannatti: ṭīkānusārī vivecana 783

- **Language:** Gujarati

### [783](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.783)

ભૂમિકા :– ‘ભગવતી’ એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ‘ભગવતી’ એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે ભગવઈ નામે પ્રસિદ્ધ છે, તે ‘વિવાહ પન્નત્તિ’ કે ‘વિવાહ’ નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભગવતી કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. \[અધ્યયનને શતક નામે ઓળખે છે.\] આ શતકમાં પેટા વર્ગ કે પેટા શતક પણ છે, તેના પેટા ઉદ્દેશા પણ છે.  
‘ભગવતી’ સૂત્રનો મુખ્ય વિષય સ્વસમય, પરસમયની વિચારણા છે. ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્ઘાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષા આદિ અનેક વિષયો છે.  
આ આગમના મૂળ સૂત્રનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચનમાં ‘ટીકાનુસારી વિવેચન’ શબ્દ અમે પસંદ કર્યો છે, પરંતુ તેમાં વૃત્તિની સાથે ક્વચિત્‌ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે ત્યાં - X - X - એવી નિશાની કરેલ છે.  
ભગવતી સૂત્ર અનુવાદ ચાર ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ ત્રીજો ભાગ છે. તેના ૧ થી ૮ શતકો બે ભાગમાં છપાયા છે.  
શતક-૧૨

- [Previous: 782](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.782)
- [Next: 784](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.784)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.11.12.525-528) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.783](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.783) · Pramāṇa
