<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.789 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 789

# Viyahapannatti 789

Viyāhapannatti: ṭīkānusārī vivecana 789

- **Language:** Gujarati

### [789](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.789)

‘ભગવતી’ સૂત્ર-૫૩૩ :– \[૧૨/૧/૫૩૩\]  
ત્યારે તે શંખ શ્રાવકે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, આમ કહ્યું – ભગવન્‌! ક્રોધને વશ જીવ શું બાંધે? શું કરે? શેનો ચય કરે? શેનો ઉપચય કરે? હે શંખ! ક્રોધને વશ જીવ આયુ સિવાયની સાત કર્મ પ્રકૃતિ શિથિલબંધનબદ્ધ હોય ઈત્યાદિ પહેલા શતકમાં અસંવૃત્ત અણગારમાં કહ્યા મુજબ કહેવું યાવત્‌ ભ્રમણ કરે છે. ભગવન્‌! માનને વશ જીવ? એ પ્રમાણે જ. એ રીતે માયાને વશ અને લોભને વશ યાવત્‌ ભમે છે.  
ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે આ અર્થને સાંભળીને, અવધારીને ભયભીત, ત્રસ્ત, દુઃખિત, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ ભગવંતને વાંદી,નમી,શંખ શ્રાવક પાસે આવીને,શંખ શ્રાવકને વાંદી, નમીને પોતાના કૃત્ય માટે સારી રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવે છે.  
ત્યારે તે શ્રાવકો, ઈત્યાદિ બધું આલંભિકા માફક કહેવું યાવત્‌ પાછા ગયા. - - ભગવન્‌! એમ આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌! શંખ શ્રાવક આપ દેવાનુપ્રિય પાસે ઈત્યાદિ ઋષિભદ્રપુત્ર માફક કહેવું યાવત્‌ અંત કરશે.  
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

- [Previous: 788](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.788)
- [Next: 790](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.790)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.12.1.533) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.789](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.789) · Pramāṇa
