<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.800 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 800

# Viyahapannatti 800

Viyāhapannatti: ṭīkānusārī vivecana 800

- **Language:** Gujarati

### [800](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.800)

‘ભગવતી’ સૂત્ર-૫૩૯ :– \[૧૨/૪/૫૩૯\]  
ભગવન્‌! આ પરમાણુ પુદ્ગલોના સંઘાત અને ભેદના સંબંધથી થનારા અનંતાનંત પુદ્ગલ પરાવર્ત જાણવા યોગ્ય છે? તેથી (તેનું) કથન કરાયું છે? હા, ગૌતમ! - X - તેથી જ કથન કરાયેલ છે.  
ભગવન્‌! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે? ગૌતમ! સાત પ્રકારે છે – ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ પુદ્ગલ પરાવર્ત તથા મન, વચન અને આનાપાન પુદ્ગલ પરાવર્ત.  
ભગવન્‌! નૈરયિકને કેટલા પ્રકારે પુદ્ગલ પરાવર્ત છે? ગૌતમ! સાત પ્રકારે છે. તે આ – ઔદારિક, વૈક્રિય યાવત્‌ આનાપાન પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે યાવત્‌ વૈમાનિક કહેવું.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા? અનંતા... ભાવિમાં કેટલા થશે? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે.  
ભગવન્‌! પ્રત્યેક અસુરકુમારના ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા? એ પ્રમાણે જ. એ રીતે વૈમાનિક સુધી કહેવા.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે? અનંતા. એ પ્રમાણે જેમ ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં કહ્યું, તેમ વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં પણ કહેવું. એ પ્રમાણે યાવત્‌ વૈમાનિકના આનાપાન પુદ્ગલ પરાવર્ત કહેવા. આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે.  
ભગવન્‌! નૈરયિકોના અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા થાય? ગૌતમ! અનંતા. ભાવિ કેટલા થશે? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ કહેવું. એ પ્રમાણે યાવત્‌ આનાપાનુ પુદ્ગલ પરાવર્ત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પૃથક્‌ પૃથક્‌ સાત, ચોવીશે દંડકમાં કહેવા.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે? એક પણ નહીં થાય.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના અસુરકુમારત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમારત્વમાં, અસુરકુમારત્વ માફક કહેવું.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. ભાવિમાં કેટલા થશે? કોઈને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે યાવત્‌ મનુષ્યત્વમાં જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકત્વમાં અસુરકુમારત્વ માફક જાણવું.  
ભગવન્‌! પ્રત્યેક અસુરકુમારના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? નૈરયિકની જે વક્તવ્યતા કહી, તેવી અસુરકુમારની પણ વૈમાનિક પર્યંત કહેવી. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયની, એ પ્રમાણે યાવત્‌ વૈમાનિકની, બધાંનો એક આલાવો કહેવો.  
ભગવન્‌! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમારપણામાં કહેવું. પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. એક પણ નથી. કેટલા થશે? એક પણ નહીં. એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃથ્વીકાયિકત્વ માફક કહેવા. યાવત્‌ વૈમાનિક જીવના વૈમાનિકપણા સુધી કહેવા.  
તૈજસ પુદ્ગલ પરાવર્ત અને કાર્મણ પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુદ્ગલ પરાવર્ત બધાં પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું, વિકલેન્દ્રિયમાં નથી. વચન પુદ્ગલ પરાવર્ત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિયમાં નથી તેમ કહેવું. આનપાન પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી ઉત્તરોત્તર યાવત્‌ વૈમાનિકના વૈમાનિકપણાં સુધી કહેવું.  
ભગવન્‌! અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? એક પણ નહીં. કેટલા થશે? એક પણ નહીં, એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી કહેવું.  
પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. ગૌતમ! અનંતા. કેટલા થશે? અનંતા. એ રીતે મનુષ્યપણા સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકત્વમાં નૈરયિકત્વ માફક કહેવું. એ પ્રમાણે યાવત્‌ વૈમાનિકના વૈમાનિકપણામાં સુધી કહેવા.  
આ પ્રમાણે સાતે પણ પુદ્ગલ પરાવર્તો કહેવા. જેને છે તેને અતિતા અને ભાવિના પણ અનંતા કહેવા. જેને નથી તેને બંને નથી તેમ કહેવું યાવત્‌ વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા આનાપાનુ પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? અનંતા.

- [Previous: 799](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.799)
- [Next: 801](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.801)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.12.4.539) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.800](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.800) · Pramāṇa
