<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.246 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Dasaveyāliya](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1) › [Dasaveyaliya: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar) › 246

# Dasaveyaliya 246

Dasaveyāliya: ṭīkānusārī vivecana 246

- **Language:** Gujarati

### [246](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.246)

વિવેચન–૩૬  
બીજું મહાવ્રત કહ્યું, હવે ત્રીજું કહે છે – ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવું તે. શેષ પૂર્વવત્‌. ગામમાં, નગરમાં કે અરણ્યમાં, આના વડે ક્ષેત્ર કહ્યું. બુદ્ધિ આદિ ગુણોને ગ્રહણ કરે તે ગામ. જેમાં ‘કર’ ન હોય તે નગર. અલ્પ કે બહુ ઈત્યાદિ શબ્દોથી દ્રવ્યને કહ્યા. અલ્પ - મૂલ્યથી, કાષ્ઠાદિ. બહુ - વજ્રાદિ. અણુ - પ્રમાણથી. ઈત્યાદિ - X - સ્વયં અદત્ત ગ્રહણ કરું નહીં ઈત્યાદિ પૂર્વવત્‌. વિશેષ આ પ્રમાણે – અદત્તા દાન ચાર ભેદે – (૧) દ્રવ્યથી - અલ્પ આદિ, (૨) ક્ષેત્રથી - ગામાદિમાં, (૩) કાળથી - રાત્રિ આદિમાં, (૪) ભાવથી - રાગ, દ્વેષ વડે. દ્રવ્યાદિ ચતુર્ભંગી બીજી આ રીતે - કોઈ દ્રવ્યથી અદત્ત લે, ભાવથી ન લે. ઈત્યાદિ ચાર. તેમાં અરક્ત તથા અદ્વેષી સાધુને કોઈ સ્થાને કારણે માલિકને પૂછ્યા વિના તૃણને ગ્રહણ કરે તો દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી નથી. ચોરવા ગયેલને પ્રાપ્ત ન થાય તો ભાવથી અદત્ત છે, દ્રવ્યથી નહીં. ઈત્યાદિ.

- [Previous: 245](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.245)
- [Next: 247](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.247)

## Linked texts (1)

- [Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1*deepratnasagar2012.4.5) — Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.246](https://indike.org/pramana/in.jaina.sveta.mula.1!deepratnasagar.246) · Pramāṇa
