<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.167 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Uttarajjhayaṇa](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2) › [Uttarajjhayana: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar) › 167

# Uttarajjhayana 167

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 167

- **Language:** Gujarati

### [167](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.167)

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૫ + વિવેચન \[૨/નિર્યુક્તિ-૮૫ + વિવેચન\]  
લોકમાં અને સંસ્તારકમાં ઋજુસૂત્ર સુધી. આના પૂર્વાર્દ્ધના સૂચકપણાથી વિશુદ્ધ નૈગમનયના મતથી લોકમાં પરીષહો કહ્યા. તેને મુનિ નિવાસભૂત ક્ષેત્રમાં પણ સહન કરે, બીજા અર્થમાં ચૌદ રાજલોકમાં સહન કરે. આ પણ વ્યવહારદર્શનથી કહ્યું. યાવત્‌ અત્યંત વિશુદ્ધ નૈગમના મતે ઉપાશ્રયના એક દેશમાં આ પરીષહો સહન કરે. - X - સંગ્રહનયના મતે સંસ્તારકમાં પરીષહો કહ્યા. સંગ્રહ કરે તે સંગ્રહ તે નિરુક્તિથી સંગ્રહને આશ્રીને જ આધાર માને છે. સંસ્તારકમાં જ મુનિના શરીર પ્રદેશ વડે સંગૃહિત થાય છે. ઉપાશ્રયનો એકદેશ નહીં, તેથી સંસ્તારકે જ આનો પરીષહ કહ્યો. ઋજુસૂત્ર કહે છે જે આકાશ પ્રદેશમાં આત્મા અવગાઢ છે, તેમાં જ પરીષહ છે. કેમકે સંસ્તારકાદિ પ્રદેશ તેના અણુ વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. - X - X - X - હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે –

- [Previous: 166](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.166)
- [Next: 168](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.168)

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.167](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.167) · Pramāṇa
