<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.331 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Uttarajjhayaṇa](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2) › [Uttarajjhayana: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar) › 331

# Uttarajjhayana 331

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 331

- **Language:** Gujarati

### [331](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.331)

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૦ + વિવેચન \[૪/નિર્યુક્તિ-૧૮૦ + વિવેચન\]  
મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ ભેદે પ્રમાદ અને અપ્રમાદ હોય છે. તેમાં - મદવાળો થાય તે મદ્ય, જેના વશથી ગમ્ય-અગમ્ય, વાચ્ય-અવાચ્ય આદિ વિભાગને લોકો જાણતા નથી. તેથી કહે છે – કાર્ય-અકાર્યને ન જાણે, વાચ્ય-અવાચ્યને ન જાણે, ગમ્ય-અગમ્યને ન જાણે તે મૂઢ છે. તેથી મદ્ય પીવો ન જોઈએ. ધર્મ પ્રતિ ઉત્સાહ ન રાખે તે વિષય, જે આસેવન કાળે મધુર, પરિણામે અતિ કટુ છે. વિષની ઉપમાને પામે છે તે વિષયો. - X - X -  
જેમાં પ્રાણી ફરી-ફરી આવૃત્તિ ભાવને અનુભવે તે કષ અર્થાત્‌ સંસાર, તેમાં ચારે તરફથી જાય છે તે કષાય અથવા કષાય રસ જેવા કષાયો છે. જેમ તુવરિકાદિ કષાયથી કલુષિત વસ્ત્રોમાં સંજિષ્ઠ આદિ રાગ (રંગ) ચોંટે છે. તેમ કલુષિત આત્મામાં કર્મ લાંબો કાળ રહે છે. - X - X - નિદ્રા - સતત જાય છે. કુત્સિત અવસ્થામાં તે, તેનાથી ધર્મકાર્યોમાં શૂન્ય માનસત્વથી તે પ્રવર્તે છે. તેથી જ કહ્યું છે કે – ધર્મી જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. વિકથા - સ્ત્રી, ભોજન, ચોર, જનપદ વિષયપણાથી અસંબંધે બોલવું તેવી કથા તે વિકથા. તેમાં પ્રસક્ત પરગુણ દોષની ઉદીરણા વડે પાપને જ ઉપાર્જે છે.  
અહીં ચૂર્ણિકાર ઈન્દ્રિયોને જ પાંચમાં પ્રમાદપણે વ્યાખ્યાયિત કરે છે. તેમાં વિષયના ગ્રહણમાં પણ ફરી ઈન્દ્રિયગ્રહણ, વિષયોમાં પણ ઈન્દ્રિયને વશ થઈને જ પ્રવર્તે છે. તેથી તેની જ અતિ દુષ્ટતાને બતાવવાને છે. મહા સામર્થ્યવાળા પણ આને વશ થઈને ઉપઘાતને પામે છે. જેમ - ગાર્ગ્ય, સત્યકી આદિ. - X - આ તેના પુદ્ગલથી ઉપચિત દ્રવ્યરૂપતાથી દ્રવ્ય પ્રમાદની વિવક્ષા કરી. આત્મામાં રાગ દ્વેષની પરિણતિપણાથી ભાવ પ્રમાદની વિવક્ષા જાણવી. તેથી તેને જુદો કહેલો નથી.  
આ અનંતર કહેલ પાંચ પ્રકાર, અહીં કહેવાપણાથી પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન થાય છે - પ્રકર્ષથી મદવાળા થાય તે પ્રમાદ અને તેનો અભાવ તે અપ્રમાદ તે પણ પાંચ ભેદે છે. ભાવના એકત્વમાં પણ પ્રતિષેધ્ય અપેક્ષાથી પંચવિધપણું કહ્યું. હવે તેની યોજના કહે છે –

- [Previous: 330](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.330)
- [Next: 332](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.332)

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.331](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.331) · Pramāṇa
