<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.415 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The Mūlasūtras ("root texts")](https://indike.org/pramana/in.jaina.sveta.mula) › [Uttarajjhayaṇa](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2) › [Uttarajjhayana: tikanusari vivecana](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar) › 415

# Uttarajjhayana 415

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 415

- **Language:** Gujarati

### [415](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.415)

વિવેચન–૧૩૬  
કામભોગાનુરાગથી ધૃષ્ટતાવાળા દંડે છે - જેના વડે આત્માના સર્વસ્વ સંયમ અપહરણ થાય તે દંડ - મનોદંડાદિ, તેમાં પ્રવર્તે છે. કોનામાં? તાપ આદિથી ઉપતપ્ત થઈ છાયાદિક પ્રતિ સરકે છે, તે ત્રસ - બેઈન્દ્રિયાદિ, તથા શીત આતપ આદિથી ઉપહત થવા છતાં સ્થાનાંતર પ્રતિ ન સરકી શકે તે સ્થાનશીલ એવા સ્થાવરો છે. તેમની, ધન વગેરેની પ્રાપ્તિરૂપ પ્રયોજન તેને માટે અથવા અનર્થ - જે પોતાના માટે કે સુહૃદાદિને માટે ઉપયોગમાં આવતું નથી તે. અનર્થને માટે દંડ આરંભ કેમ કરે? તેનું દૃષ્ટાંત –  
એક પશુપાલ હતો, રોજ મધ્યાહ્ન થતાં બકરાને મોટા ન્યગ્રોધ વૃક્ષને આશ્રિત રાખતો. - X - કોઈ દિવસે ત્યાં એક રાજપુત્ર આવ્યો. પશુપાલે ઝાડના પાંદડાનો છેદ કરીને રહ્યો. એ પ્રમાણે તેણે વટવૃક્ષને પ્રાયઃ છિદ્ર પાંદડાવાળું કરી દીધું. રાજપુત્ર તે વૃક્ષની છાયાને આશ્રીને રહ્યો અને જુએ છે કે, તે વડના બધાં પાંદડાં છિદ્રિત છે. તેથી તેણે તે પશુપાલને પૂછ્યું - આ પાંદડા કોણે છેદ્યા, તેણે કહ્યું - મેં, આ ક્રીડાપૂર્વક છિદ્રિત કર્યા છે. તેના વડે તેને ઘણાં દ્રવ્યાજાતથી લોભાવીને કહ્યું કે - હું જેની કહું, તેની આંખ છેદવાને તું સમર્થ છે? તેણે કહ્યું - સારી રીતે અભ્યાસ કરીને હું સમર્થ થઈ શકું. તેને નગરમાં લઈ જઈ, રાજમાર્ગમાં રહેલ ઘરમાં રાખ્યો. તે રાજપુત્રનો ભાઈ રાજા હતો. તે તે માર્ગેથી જ અશ્વ દોડાવવા નીકળતો. રાજપુત્રના કહેવાથી રાજાની બંને આંખ ફોડી નાંખી. પછી તે રાજપુત્ર રાજા થયો. પછી પશુપાલને પૂછ્યું કે - બોલ, તને શું આપું? પશુપાલે કહ્યું કે - હું જ્યાં રહું છું, તે ગામ મને આપો. રાજાએ તે ગામ આપ્યું. પછી તેણે તે ગામમાં શેરડી અને તુંબીને રોપી. તુંબ નિષ્પન્ન થતાં તેને ગોળમાં પકાવીને, તે ગોળતુંબક ખાઈને ગાવા લાગ્યો.  
આ દૃષ્ટાંતમાં વડના પાંદડા છેદ્યા તે અનર્થદંડ અને આંખોને ફોડી તે અર્થદંડ છે. દંડ આરંભ કહ્યો. તે શું આરંભમાત્ર જ રહે છે, તેથી કહે છે – તે પ્રાણીના સમૂહને વિવિધ પ્રકારે હણે છે. આના વડે ત્રણ દંડનો વ્યાપાર કહ્યો. શું કામભોગાનુરાગ રક્ત આટલું જ કરે કે બીજું પણ કંઈ કરે?

- [Previous: 414](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.414)
- [Next: 416](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.416)

## Linked texts (2)

- [Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2*deepratnasagar2012.5.8) — Ardhamāgadhī Prakrit
- [Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020)](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2~gu-deepratnasagar2020.5.8) — Gujarati

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.415](https://indike.org/pramana/in.jaina.sveta.mula.2!deepratnasagar.415) · Pramāṇa
