Pramāṇa · Search · About · API

Ayaramga 855

Āyāraṃga: ṭīkānusārī vivecana 855

Language
Gujarati

855

‘આચાર’ સૂત્ર-૩૪૦: – [૨/૧/૧/૧/૩૪૦]
સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જાણે કે આ અશનાદિ ‘આ સાધુ નિર્ધન’ છે એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણી-ભૂત-જીવ-સત્ત્વનો આરંભ કરીને તૈયાર કર્યો છે, ઉદ્દિષ્ટ છે, ખરીદ્યો છે, ઉધાર લીધો છે, છીનવેલો છે, બધાં સ્વામીની અનુજ્ઞા વિના આપેલ છે, સામો લાવે છે;
તો તેવા પ્રકારના અશનાદિ ચાહે તે ગૃહસ્થે બીજા પુરૂષને આધીન કરેલ હોય કે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવ્યો હોય કે અંદર હોય, દાતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય કે ન રાખેલ હોય, દાતાએ તેનો પરિભોગ કર્યો હોય કે ન કર્યો હોય, તેનું સેવન કર્યું હોય કે ન કર્યું હોય પરંતુ તેને અપ્રાસૂક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે.
આ પ્રમાણે ઘણાં સાધર્મિક સાધુ, એક સાધ્વી, ઘણાં સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા.

Linked texts (1)