Pramāṇa · Search · About · API

Ayaramga 892

Āyāraṃga: ṭīkānusārī vivecana 892

Language
Gujarati

892

‘આચાર’ સૂત્ર-૩૫૭: – [૨/૧/૧/૪/૩૫૭]
તે સાધુ કે સાધ્વી યાવત્‌ પ્રવેશવાની ઈચ્છા કરે ત્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિ રાંધવાની ક્રિયા ચાલુ હોય અથવા રાંધેલમાંથી કોઈ બીજાને અપાયુ નથી આ પ્રમાણે જાણીને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ અર્થે ન નીકળે કે ન પ્રવેશ કરે.
કદાચ ગૃહસ્થના ઘેર સાધુ પહોંચી ગયા હોય તો ઉક્ત કોઈપણ કારણ જોઈને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય એવા સ્થાને ઊભા રહે. જ્યારે એમ જાણે કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે કે તેમાંથી બીજાને અપાઈ ગયેલ છે, ત્યારે સંયમપૂર્વક આહારપાણી માટે નીકળે કે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે.

Linked texts (1)