Suyagada 111
Sūyagaḍa: ṭīkānusārī vivecana 111
- Language
- Gujarati
111
વિવેચન :– ૬૮
પોતાના પર્યાય-અભિપ્રાય કે યુક્તિ વિશેષથી આ લોક બન્યો છે, એમ તે વાદીઓ કહે છે. દેવ-બ્રહ્મા-ઈશ્વર-પ્રધાનાદિથી નિષ્પાદિત કે સ્વયંભૂ રચિત આદિ આ લોક છે. એ રીતે પોતાનું કહેવું જ સત્ય છે, બીજું જૂઠું છે, તેમ કહેનારા તે સર્વે યથાવસ્થિત લોક સ્વભાવને જાણતા નથી. જૈનદર્શન મુજબ આ લોક દ્રવ્યાર્થથી વિનાશી નથી, પૂર્વે ન હતો તેવું નથી કે કોઈએ બનાવ્યો પણ નથી. આ લોક હતો, છે અને રહેશે.
આ લોક દેવે બનાવ્યો છે, તેમ કહેવું તદ્દન ખોટું છે. કેમકે તેવું કોઈ પ્રમાણ નથી. અપ્રમાણ વચનથી વિદ્વાનો ખુશ ન થાય, તેમને પૂછીએ કે દેવ ઉત્પન્ન થઈને લોક બનાવે કે ઉત્પન્ન થયા વિના? ઉત્પન્ન થયા વિના ‘‘ખર વિષાણ’’ માફક બની ન શકે. ઉત્પન્ન થઈને બનાવે તો જાતે ઉપન્યો કે બીજા વડે?
જો સ્વયં ઉત્પન્ન થયો તો લોક પણ સ્વયં કેમ ઉત્પન્ન ન થાય? જો લોકને રચવા બીજા વડે ઉત્પન્ન થયો તો તે પ્રમાણે અન્ય-અન્ય કરતાં અનવસ્થા દોષ લાગે. જો દેવને અનાદિ માનો તો લોકને પણ અનાદિ માનવમાં શો દોષ છે? વળી, તે અનાદિ છે તો નિત્ય છે કે અનિત્ય?
જો નિત્ય હોય તો - X - કર્તાપણું સિદ્ધ ન થાય. જો અનિત્ય હોય તો ઉત્પન્ન થઈ મૃત્યુ પામે, જે પોતાનું રક્ષણ ન કરે તેમાં બીજાનું કરવાપણું કઈ રીતે વિચારી શકાય? વળી તે અમૂર્ત છે કે મૂર્ત? જો અમૂર્ત હોય તો આકાશ માફક અકર્તા છે, જો મૂર્ત હોય તો - X - તેનું અકતૃત્વ સિદ્ધ છે.
દેવગુપ્ત, દેવપુત્ર પક્ષ અયુક્તિવાળા હોઈ સાંભળવા યોગ્ય જ નથી. એ રીતે બ્રહ્માએ બનાવ્યો એ પક્ષમાં પણ દૂષણ જાણી લેવું. હવે શરીરરૂપ ભવનનું કરવું વગેરે - X - વિશિષ્ટ બુદ્ધિવાળાનું કામ છે ઈત્યાદિ બોલવું પણ અયુક્ત છે, કેમ કે તેમાં વિશિષ્ટ કારણપૂર્વકપણે વ્યાપ્તિની અસિદ્ધિ છે કેમ કે કાર્યવિશેષ ઉપલબ્ધિ કારણ વિશેષથી છે - X - X - પણ અતિ અદૃષ્ટ પદાર્થમાં તેની પ્રતીતિ ન થાય.
અહીં વાદી કહે છે કે અમે તેથી જ ઘટ પૂર્વે કરેલો છે તેમ કહીએ છીએ, જૈનાચાર્ય કહે છે કે તેમાં ઘટનું કાર્ય વિશેષપણું સ્વીકારીએ તો પણ નદી, પર્વત આદિમાં કારણરૂપ ન ઘટી શકે ઈત્યાદિ - X - X –
વળી માટીનો જેમ ઘડો છે તેમ માટીનો રાફડો છે, તેને જોઈને એમ ન કહેવાય કે તે કુંભારે બનાવ્યો છે. પણ તમે તે સ્વીકારતા નથી, તેથી પર્વતાદિનો કર્તા ઈશ્વર ન મનાય. વળી વાદી કહે છે કે ઘટ આદિના સંસ્થાન વિશેષપણા માફક પર્વત આદિમાં પણ વિશિષ્ટ સંસ્થાન દેખવાથી અમે તેને કારણપૂર્વક કહ્યું.
જૈનાચાર્ય કહે છે – તે અયુક્ત છે. - X - X - ઘટાદિ સંસ્થાનનો કર્તા કુંભાર દેખાય છે, ઈશ્વર નહીં. જો ઈશ્વર કરે છે એમ માનો તો કુંભારે શું કર્યું? - X - આ રીતે દેખાતા કુંભારને બદલે ન દેખાતા ઈશ્વરની ખોટી કલ્પના થાય. - X - આ રીતે અદૃષ્ટની કલ્પના અયુક્ત છે.
વળી જો દેવકુલાદિનો કર્તા અવ્યાપી, અનિત્ય દેખેલો છે, તે દૃષ્ટાંતથી ઈશ્વર સાધીએ તો ઈશ્વર પણ તેવો થઈ જાય, અન્યથા ધારીએ તો દૃષ્ટાંતના અભાવે વ્યાપ્તિ સિદ્ધ ન થતાં અનુમાન ન થાય. - X - X -
વળી પ્રધાનાદિથી કરાયેલ આ લોક છે, તે પણ અસંગત છે, તે પ્રધાન મૂર્ત છે કે અમૂર્ત? જો અમૂર્ત હોય તો સમુદ્રાદિ મૂર્ત પદાર્થનો ઉદ્ભવ ન ઘટી શકે - X - X - જો મૂર્ત છે તો ક્યાંથી ઉત્પન્ન થયું? જો આપમેળે ઉત્પન્ન થયું માનો તો લોક પણ આપમેળે ઉત્પન્ન થયો કેમ ન માનો? ઈત્યાદિ.
જો અનાદિ માનો તો લોકને અનાદિ કેમ નથી માનતા? - X - X - પ્રધાનથી મહદ્ આદિની ઉત્પત્તિ ન સંભવે, અચેતન પ્રકૃતિની પ્રવૃત્તિ પુરૂષાર્થ તરફ કઈ રીતે હોય? - X - જો પ્રકૃતિનો આ સ્વભાવ માનો તો ‘સ્વભાવ’ બળવાન થયો, તો લોક પણ સ્વભાવથી બનેલો માનો. અદૃષ્ટ પ્રધાનની કલ્પના શા માટે કરવી?
આદિના ગ્રહણથી કેટલાંક ‘સ્વભાવ’નું કારણપણું ઈચ્છે છે, તો તેનાથી અમારા મતનું ખંડન થતું નથી. જેમકે સ્વનો ભાવ-સ્વભાવ સ્વકીય ઉત્પત્તિ, તે અમે પદાર્થોમાં ઈચ્છીએ છીએ જ.
કોઈ નિયતિકૃત લોક કહે છે. ‘‘જે જેવું થવાનું હોય તે નિયતી.’’ તેમ વિચારતા તે સ્વભાવથી જુદી નથી. જો તમે સ્વયંભૂએ આ લોક બનાવ્યો કહો, તો તે પણ અસુંદર જ છે. કેમ કે સ્વયંભૂ એટલે તમે શું કહો છો? જ્યારે તે થાય ત્યારે અન્યથી નિરપેક્ષ સ્વતંત્ર થાય છે?
જો અનાદિ કાળનો બનેલ સ્વયંભૂ માનો તો - X - લોકને અનાદિ માનવામાં શું વાંધો છો? - X - સ્વયંભૂ અનાદિ છે, તો તેમાં નિત્યપણું છે, નિત્યનું એકરૂપપણું હોવાથી કર્તાપણું ન ઘટે.
વળી તે વીતરાગ હોવાથી સંસારની વિચિત્રતા ન સંભવે. જો સરાગી માનો તો અમારા જેવો સહેલાઈથી વિશ્વનો અકર્તા થયો. ઈત્યાદિ - X - લોકના નાશ માટે યમ ઉત્પન્ન કર્યો, તેમ કહેવું પ્રલાપમાત્ર છે.
ઈંડામાંથી લોક ઉત્પન્ન થયો તેમ કહેવું પણ અયોગ્ય છે, કેમકે જો પાણીમાંથી ઈંડુ ઉત્પન્ન થયું તો પાણી ઈંડા વિના ઉત્પન્ન થયું, એ રીતે લોક ઉત્પત્તિ પણ માનો તો શો વાંધો? જો બ્રહ્મા ઈંડુ રચે તો લોક કેમ ન રચે?
આવી કષ્ટવાળી અયુક્તિથી ઈંડાની કલ્પના શા માટે કરવી? જો એમ જ હોય તો કેટલાંક કહે છે - બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ઉપજ્યા, ભૂજામાંથી ક્ષત્રિય ઈત્યાદિ, એ પણ અયુક્તિ જ છે. કેમકે મુખાદિથી કોઈની ઉત્પત્તિ સંભવતી નથી. કદાચ થાય તો પણ એકમાંથી ઉત્પન્ન થયેલમાં વર્ણોનો ભેદ ન સંભવે તથા બ્રાહ્મણોના પેટાભેદો ન થાય, જનોઈનો સદ્ભાવ ન થાય, ભાઈ-બહેનને પરણે તેવું નક્કી થાય. આવી અસત્ કલ્પના ન માનવી.
જૈનદર્શન પ્રમાણે લોક-અનાદિ, અનંત, ઉર્ધ્વ-અધો ૧૪ રાજપ્રમાણ, વૈશાખ સંસ્થાન-કેડે બે હાથ દઈ, પગ પહોળા કરી ઉભેલા પુરૂષ જેવો, અધોમુખ મલ્લકાકાર સાત પૃથ્વીમય, થાળી આકારે અસંખ્ય દ્વીપસમુદ્રાત્મક મધ્યલોક, ઉપર-નીચે બે દાબડાના આકારે ઉર્ધ્વલોક છે. તે ધર્માદિ દ્રવ્યાર્થથી નિત્ય અને પર્યાયથી ક્ષણક્ષયી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે સત્, અનાદિ જીવ-કર્મ સંબંધથી અનેક ભવપ્રપંચથી વિસ્તારવાળો અને આઠ કર્મરહિત લોકાંત યુક્ત છે, પણ તત્ત્વથી અજાણવાદી જૂઠું બોલે છે - હવે તેમના અજ્ઞાનનું ફળ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati