Suyagada 113
Sūyagaḍa: ṭīkānusārī vivecana 113
- Language
- Gujarati
113
વિવેચન :– ૬૯
મનને અનુકૂળ તે મનોજ્ઞ-શોભન અનુષ્ઠાન. અમનોજ્ઞ-અસત્ અનુષ્ઠાન, જે દુઃખનો ઉત્પાદ છે તેને ન જાણતાં તેઓ ઈશ્વર આદિ ઉપર દુઃખની ઉત્પત્તિ મૂકે છે. કહ્યું છે કે – સ્વકૃત અસત્ અનુષ્ઠાનથી જ દુઃખનો ઉદ્ભવ થાય છે, બીજાથી નહીં, છતાં ઉક્તવાદીઓ ઈશ્વરાદિથી દુઃખનું ઉત્પાદન બતાવે છે,
તેઓ કઈ રીતે દુઃખ નિવારણનો હેતુ જાણે? નિદાનના ઉચ્છેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન થાય. તેઓ નિદાનને જ જાણતા નથી, તો દુઃખના ઉચ્છેદ માટે કઈ રીતે પ્રયત્ન કરે? કરે તો પણ દુઃખ દૂર ન થાય પણ જન્મ-જરા-મરણરૂપ દુઃખદાયી સંસારમાં વારંવાર ભટકે છે.
હવે બીજી રીતે કૃતવાદી મતને બતાવે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati