Pramāṇa · Search · About · API

Suyagada 28

Sūyagaḍa: ṭīkānusārī vivecana 28

Language
Gujarati

28

વિવેચન :– ૧
તેની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા – બુધ્યેત્‌ વગેરે. આ સૂત્ર સૂત્રકૃતાંગમાં પહેલું છે, તેનો આચારાંગ સાથે સંબંધ છે. આચારાંગમાં કહ્યું છે – જીવ તે છકાયની પ્રરૂપણા છે. તેમનો વધ કરવો તે કર્મનું બંધન છે - ઈત્યાદિ બધાંને સમજે. અથવા કેટલાંક વાદી માત્ર જ્ઞાનથી મુક્તિ માને છે, બીજા માત્ર ક્રિયા વડે માને છે. જૈનો તો બંને સાથે મળે તો જ મોક્ષ માને છે. તે આ શ્લોકથી સિદ્ધ કરે છે. તેમાં જ્ઞાનપૂર્વકની ક્રિયા જ ફળવતી થાય છે, તે વાત સમજો એટલે આ બુધ્યેત્‌ વડે જ્ઞાન કહ્યું. ત્રોટયેત્‌ થી ક્રિયા બતાવી. તેના આ અર્થ છે - બોધ પામે - ધારણ કરે એ ઉપદેશ છે.
તે બોધ પામવો એટલે શું? બુધ્યેત્‌ જીવપ્રદેશો સાથે અન્યોન્ય વેધરૂપે વ્યવસ્થપાય તે બંધન - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ આદિ કે પરિગ્રહ આરંભાદિ છે. બોધ માત્રથી ઈચ્છિત અર્થની પ્રાપ્તિ ન થાય, તેથી ક્રિયા બતાવે છે – તે બંધનને જાણીને વિશિષ્ટ ક્રિયા-સંયમ અનુષ્ઠાનથી આત્મા સાથેના કર્મબંધનને દૂર કરે, તજે, તોડે. આવું સુધર્માસ્વામી કહે ત્યારે જંબૂસ્વામી આદિ શિષ્યો વિશિષ્ટ જિજ્ઞાસાથી બંધાદિ સ્વરૂપ પૂછે છે – તીર્થંકરે બંધન કોને કહ્યું? કેવી રીતે જાણીને તે બંધનો તોડે કે તૂટે?
બંધનના સ્વરૂપને જણાવે છે–

Linked texts (2)