Pramāṇa · Search · About · API

Suyagada 30

Sūyagaḍa: ṭīkānusārī vivecana 30

Language
Gujarati

30

વિવેચન :– ૨
અહીં બંધન કર્મ કે તેના હેતુઓ કહે છે. તેમાં નિદાનનો જન્મ નિદાન વિના ન થાય, તેથી નિદાન બતાવે છે - તેમાં પણ સર્વે આરંભો પહેલાં બતાવે છે, તે આરંભો કર્મોના ઉપાદાનરૂપ અને પ્રાયઃ આત્માના પોતાના આગ્રહથી ઉત્પન્ન થયેલા છે, તેથી પહેલા પરિગ્રહને જ દર્શાવ્યો છે.
ચિત્ત એટલે જ્ઞાન કે ઉપયોગ, તે જેને હોય તે સચિત્ત - દ્વિપદ, ચતુષ્પદ આદિ, તેના સિવાયના કનક, રજત આદિ અચિત્ત. તે બંને રૂપ પરિગ્રહ ગ્રહણ કરીને કૃશ અર્થાત્‌ ઘાસ-ફૂસ આદિ અથવા કસ એટલે લેવાની બુદ્ધિથી જીવના ગમન પરિણામ. તે પરિગ્રહ પોતે રાખે કે બીજા પાસે રખાવે કે રાખનારને અનુમોદે; તેથી દુઃખી થાય - આઠ પ્રકારના કર્મ કે તેના ફળરૂપ અશાતા વેદનીયના ઉદયથી મુક્ત ન થાય. પરિગ્રહનો આગ્રહ એ જ પરમાર્થથી અનર્થોનું મૂળ છે. કહ્યું છે કે - મારું, હું વગેરે જ્યાં સુધી જેને અભિમાનનો દાહજ્વર છે, ત્યાં સુધી તે યમના મુખમાં જ છે પણ તેને પ્રશાંતિ થતી નથી. વળી, અંતે અનર્થરૂપ એવા યશ સુખના ઈચ્છુકને છૂટકારો કઈ રીતે થાય? તથા દ્વેષનું ઘર, ધૃતિનાશક, ક્ષાંતિ નાશક, વ્યાક્ષેપમિત્ર, મદભવન, ધ્યાન શત્રુ, દુઃખ ઉત્પાદક, સુખનાશક, પાપગૃહ એવો પરિગ્રહ દુષ્ટગ્રહ માફક બુદ્ધિવાનને ક્લેશને નાશ માટે થાય છે.
વળી, પરિગ્રહ પ્રાપ્ત ન થતા આકાંક્ષા રહે, નષ્ટ થતા શોક થાય, રહે તો રક્ષણની ચિંતા, ભોગવતા અતૃપ્તિ એ રીતે બંધનથી મૂકાતો નથી.
પરિગ્રહવાનને અવશ્ય આરંભ થતા જીવહિંસા થવાની તે કહે છે–

Linked texts (2)