Suyagada 32
Sūyagaḍa: ṭīkānusārī vivecana 32
- Language
- Gujarati
32
વિવેચન :– ૩
બીજી રીતે બંધનને બતાવે છે. તે પરિગ્રહવાન અસંતુષ્ટ રહી વારંવાર તેને મેળવવા તત્પર રહી, કમાવવામાં અને વિઘ્ન કરનારા પ્રતિદ્વેષ કરી પોતે મન, વચન, કાયા વડે આયુ, બલ, શરીરથી પ્રાણીને દુઃખ પમાડે છે અથવા મારી નાંખે છે. પ્રાણો ૧૦ છે - ૫ ઈન્દ્રિયો, ૩-બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ. આ પ્રાણો ભગવંતે બતાવ્યા છે, તેને જુદા કરવા તે હિંસા.
તે પરિગ્રહાગ્રહી પોતે જ હિંસા કરે છે એમ નહીં, બીજા પાસે પણ હિંસા કરાવે છે, હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. એ રીતે કરવા, કરાવવા, અનુમોદવા વડે પ્રાણી હિંસાથી સેંકડો જન્મ સુધીનું કર્મ બાંધીને પોતાનું વૈર વધારે છે, પછી દુઃખ પરંપરારૂપ બંધનથી મૂકાતો નથી. પ્રાણાતિપાતના ઉપલક્ષણથી મૃષાવાદાદિ બંધ-હેતુ પણ જાણવા. ફરી પણ બંધને આશ્રીને કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati