Suyagada 359
Sūyagaḍa: ṭīkānusārī vivecana 359
- Language
- Gujarati
359
વિવેચન :–૩૦૫
તિર્યંચ કે મનુષ્યભવથી જીવો નરકમાં ઉત્પન્ન થઈને અંતર્મુહૂર્તમાં પાંખો કાપી લીધેલા પક્ષીની માફક નવા શરીરો મેળવે છે. પર્યાપ્તિ ભાવ પ્રાપ્ત કરે ત્યાં પરમાધામીના કરેલા અતિ ભયાનક શબ્દોને સાંભળે છે. જેમકે –
મુદ્ગર આદિ વડે હણો, ખડ્ગ આદિથી છેદો, શૂલ આદિથી ભેદો, અગ્નિના તણખાથી બાળો. આ પ્રમાણે કાનને અસુખકારી ભયંકર શબ્દોને સાંભળીને તે નારકો ભયથી ઉદ્ભ્રાન્ત લોચનવાળા થઈ, ભયથી ડરીને જેની સંજ્ઞા-અંતઃકરણવૃત્તિ નષ્ટ થઈ છે, તેવા નષ્ટસંજ્ઞક, અમે કઈ દિશામાં જઈએ કે જેથી અમને આ મહાઘોર શબ્દોથી ઉત્પન્ન દારુણ દુઃખમાં રક્ષણ મળે એવી તેઓ આકાંક્ષા કરે છે.
હવે ભયથી દિશાઓમાં નાસતા તે શું અનુભવે? તે કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati