Pramāṇa · Search · About · API

Suyagada 407

Sūyagaḍa: ṭīkānusārī vivecana 407

Language
Gujarati

407

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૫૬, ૩૫૭ :– [૧/૬/–/૩૫૬, ૩૫૭]
તેઓ સર્વદર્શી, અપ્રતિહતજ્ઞાની, નિરામગંધ, ધૈર્યવાન, સ્થિતાત્મા, સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને અનાયુ હતા.
તેઓ ભૂતિપ્રજ્ઞ, અનિકેતચારી, સંસાર પારગામી, ધીર, અનંતચક્ષુ, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન અંધકારમાં પ્રકાશ કરનાર હતા.

Linked texts (2)