Pramāṇa · Search · About · API

Suyagada 43

Sūyagaḍa: ṭīkānusārī vivecana 43

Language
Gujarati

43

વિવેચન :– ૯
દૃષ્ટાંત વડે જણાવે છે - X - X - ‘એક’ને અંતર રહિત સમજવું. પૃથ્વી સ્તૂપ એટલે પૃથ્વીના સમૂહ નામનો અવયવી પદાર્થ. તે એકલો પણ નદી, સમુદ્ર, પર્વત, નગર, સંનિવેશ આદિના આધારરૂપે વિચિત્ર દેખાય છે. વળી તે નીચી, ઉંચી, કોમળ, કઠણ આદિ ભેદવાળી દેખાય છે. આવા ભેદોથી પૃથ્વી તત્ત્વમાં કંઈ ભેદ ગણાતો નથી. એ રીતે બીજાને આમંત્રણ કરી [વાદી કહે છે–] સકલ લોક ચેતન-અચેતનરૂપ એક વિદ્વાન વર્તે છે. અર્થાત્‌ એક જ આત્મા વિદ્વાન જ્ઞાનપિંડ પૃથ્વી આદિ ભૂતાદિ આકારે જુદો જુદો દેખાય છે. તે આત્માના તેટલા ભેદ નથી.
તેથી કહે છે – નિશ્ચે એક જ આત્મા છે, તે જુદા-જુદા ભૂતોમાં વસેલો છે, પણ જળમાં દેખાતા ચંદ્ર માફક જુદો-જુદો દેખાય છે.
અહીં વેદ-પદ દ્વારા આત્માના અદ્વૈતવાદનો પૂર્વપક્ષ બતાવ્યો છે.
હવેના સૂત્ર [ગાથા] દ્વારા આ અદ્વૈતવાદીને ઉત્તર આપે છે.

Linked texts (2)