Suyagada 445
Sūyagaḍa: ṭīkānusārī vivecana 445
- Language
- Gujarati
445
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૯૧ થી ૩૯૪ :– [૧/૭/–/૩૯૧ થી ૩૯૪]
હે જીવો! તમે બોધ પામો, મનુષ્યત્વ અતિ દુર્લભ છે. ભયને જોઈને અજ્ઞાન છોડો. આ લોક જ્વરથી એકાંત દુઃખરૂપ છે, જીવ સ્વકર્મથી વિપર્યાસ પામે છે.
આ લોકમાં કોઈ મૂઢ આહારમાં નમક ત્યાગથી મોક્ષ માને છે, કોઈ ઠંડા પાણીના સેવનથી, તો કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે.
પ્રાતઃકાળે સ્નાનાદિથી મોક્ષ નથી કે ક્ષાર-મીઠાના ન ખાવાથી મોક્ષ નથી. તેઓ મદ્ય, માંસ, લસણ ખાઈને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે.
કોઈક સવાર-સાંજ જળનો સ્પર્શ કરી જળથી સિદ્ધિ થાય તેમ બતાવે છે, પણ જો જળસ્પર્શથી સિદ્ધિ મળે તો અનેક જળચરો મોક્ષે જતા હોય.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati