Pramāṇa · Search · About · API

Suyagada 45

Sūyagaḍa: ṭīkānusārī vivecana 45

Language
Gujarati

45

વિવેચન :– ૧૦
અનંતર સૂત્રમાં અદ્વૈતવાદ બતાવ્યો. કેટલાક પુરૂષકારણ વાદીઓ - પ્રતિપાદન કરે છે. તેઓ કેવા છે? જડ અર્થાત્‌ સમ્યક્‌ પરિજ્ઞાન રહિત. મંદત્વ તેમનું યુક્તિરહિત આત્માનો અદ્વૈતપક્ષ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. હવે તેનો ઉત્તર આપે છે–
જો આત્મા એક જ હોય અને અનેક ન હોય તો ખેતી આદિ કરનારા પ્રાણીઓ જીવોનો નાશ કરનારા વ્યાપારમાં આસક્ત, સંબદ્ધ, અધ્યુપપન્ન બની તેના સંરભ, સમારંભ, આરંભ વડે આત્માથી અશુભ પ્રકૃતિરૂપ અસાતાના ફળને દેનારા તીવ્ર દુઃખના અનુભવ સ્થાનરૂપ નરકાદિમાં જાય છે. તે આરંભમાં આસક્ત જીવો નિશ્ચયથી નરકમાં જાય છે, બીજે નહીં. આત્મા એક માનીએ તો આમ બનવું શક્ય ન બને. વળી આત્મા એક માનીએ તો–
એક જીવ અશુભ કર્મ કરે તો બીજા શુભ અનુષ્ઠાન કરનારને પણ નરકમાં જવું પડે. પણ આવું જોવા મળતું નથી. તેથી કહે છે કે – કોઈ સમજણ વિનાનો એકલો જ તેવી વિડંબના અનુભવતો જોવા મળે છે, બીજા નહીં. તથા આત્મા સર્વગત માનીએ તો આત્માના બંધ અને મોક્ષનો અભાવ થશે. - X - X - આ અર્થને ટેકો આપતી નિર્યુક્તિ બતાવે છે–
પાંચ પૃથ્વી આદિ ભૂતોમાં એકત્ર કાયાકારે પરિણમેલ ચૈતન્ય દેખાય છે, જો એક જ આત્મા વ્યાપ્ત હોય, તો ઘટાદિમાં પણ ચૈતન્ય હોય. પણ એવું થતું નથી. તેથી આત્મા એક નથી. ભૂતોના ગુણો જુદા જુદા છે. કેમકે એક આત્માનું અભિન્નપણું છે. વળી, પાંચ ઈન્દ્રિયો આશ્રિત જ્ઞાનની પ્રવૃત્તિ હોવાથી અન્યએ જાણેલું બીજો જાણતો નથી. તેથી આત્મા એક નથી.
હવે તે જીવ-તે શરીરવાદીના મતનો પૂર્વપક્ષ બતાવે છે–

Linked texts (2)