Suyagada 451
Sūyagaḍa: ṭīkānusārī vivecana 451
- Language
- Gujarati
451
‘સૂત્રકૃત’ સૂત્ર-૪૦૩ થી ૪૦૬ :– [૧/૭/–/૪૦૩ થી ૪૦૬]
જેણે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને [દીક્ષા લીધી, પછી પણ] સ્વાદિષ્ટભોજી કુલો પ્રતિ દોડે છે, તે શ્રામણ્યથી દૂર છે.
જે સ્વાદિષ્ટ કુલો પ્રતિ દોડે છે, ઉદરપૂર્તિ માટે ગૃદ્ધ બની ધર્મ કહે છે, ભોજનાર્થે આત્મપ્રશંસા કરે છે, તે આચાર્યના સેંકડે ભાગે પણ નથી.
દીક્ષા લઈ જે પર-ભોજન માટે દીન બને છે. ઉદરાર્થે ગૃદ્ધ બની ભાટ ચારણની જેમ પ્રશંસે છે, તે આહારગૃદ્ધ સુવરની જેમ જલદી નાશ પામે છે.
જે આલોકના અન્ન-પાન નિમિત્તે સેવકની જેમ પ્રિય વચનો બોલે છે તે પાર્શ્વસ્થ અને કુશીલ છે. ધાન્યના ફોતરા જેવો નિસ્સાર બને છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati