Suyagada 569
Sūyagaḍa: ṭīkānusārī vivecana 569
- Language
- Gujarati
569
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૫૭ થી ૫૬૦ :– [૧/૧૩/–/૫૫૭ થી ૫૬૦]
હું યાથાતથ્ય, જ્ઞાનના પ્રકાર, જીવના ગુણો, સાધુનું શીલ, અસાધુનું કુશીલ, શાંતિ અને અશાંતિને પ્રગટ કરીશ...
દિન-રાત સમુત્થિત, તીર્થંકરોથી ધર્મ પ્રાપ્ત કરીને સમાધિમાર્ગનું સેવન ન કરનાર નિહ્નવ પોતાને શિખામણ દેનારને જ કઠોર શબ્દો કહે છે...
જે વિશુદ્ધ માર્ગને અહંકારથી દૂષિત કરે છે, આત્મબુદ્ધિથી વિપરીત અર્થ પ્રરૂપે છે, જ્ઞાનમાં શંકિત થઈ મિથ્યા બોલે છે, તે ઉત્તમ ગુણનું ભાજન ન બને...
જે પૂછવા પર ગુરૂનું નામ છૂપાવે છે, તે પોતાને મોક્ષથી વંચિત કરે છે, અસાધુ છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી અનંત ઘાતને પામે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit