Suyagada 583
Sūyagaḍa: ṭīkānusārī vivecana 583
- Language
- Gujarati
583
‘સૂત્રકૃત’ સૂત્ર-૫૮૦ થી ૫૮૩ :– [૧/૧૪/–/૫૮૦ થી ૫૮૩]
પરિગ્રહને છોડીને, શિક્ષા પ્રાપ્ત કરતો, પ્રવ્રજિત થઈને બ્રહ્મચર્ય વાસ કરે, આજ્ઞા પાળીને વિનય શીખે, સંયમ પાલને પ્રમાદ ન કરે...
જે રીતે પાંખરહિત પક્ષીનું બચ્ચું, આવાસમાંથી ઉડવા પ્રયત્ન કરે છે, પણ ઉડી શકતું નથી. એવા તે પંખહીન તરુણનું ઢંક આદિ હરણ કરે છે...
એ પ્રમાણે અપુષ્ટધર્મી શિષ્ય ચારિત્રને નિસ્સાર માની નીકળવા ઈચ્છે છે, પાખંડી લોકો તેને પોતાના હાથમાં આવેલ માનીને હરી લે છે...
ગુરૂકુલમાં ન રહેનાર સંસારનો અંત કરી શકતા નથી, એમ જાણી સાધુ ગુરૂકુળમાં વસે અને સમાધિને ઈચ્છે, ગુરૂ વિત્ત પર શાસન કરે છે માટે તે ગુરૂકુલ ન છોડે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit