Pramāṇa · Search · About · API

Suyagada 59

Sūyagaḍa: ṭīkānusārī vivecana 59

Language
Gujarati

59

વિવેચન :– ૧૬
પૃથ્વી આદિ પદાર્થો, છઠ્ઠો આત્મા નિર્હેતુક કે સહેતુક વિનાશ પામતો નથી. પણ બૌદ્ધો પોતાની મેળે જ નિર્હેતુક વિનાશ માને છે. તે બૌદ્ધોનો આ મત છે – નિશ્ચયે પદાર્થોનો જન્મ જ વિનાશમાં હેતુ ઈચ્છે છે. જો જન્મ્યો અને નાશ ન થયો તો પછી કોનાથી નાશ થશે? જેમ વૈશેષિક લકુટાદિ કારણે વિનાશ સહેતુક માને છે. તેવા બંને પ્રકારના નાશ વડે લોક અને આત્માનો નાશ થતો નથી. એવો તાત્પર્યાર્થ છે.
અથવા બંને પ્રકારે આત્માના સ્વભાવથી ચેતન-અચેતનરૂપથી વિનાશ થતો નથી. તેથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ પોતાના રૂપનો પરિત્યાગ ન કરવાથી નિત્ય છે, જગત આવું કદી નથી એમ નહીં, તેથી આત્મા પણ નિત્ય છે - X - તેથી કહ્યું છે–
આત્માને શસ્ત્રો છેદતા નથી, અગ્નિ બાળતો નથી ઈત્યાદિ તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ અને પુરાણો છે. એ રીતે અસત્‌ની ઉત્પત્તિ થતી નથી. કેમકે બધાનો બધે સદ્‌ભાવ છે. - X - જો અસત્‌ની ઉત્પત્તિ થાય તો ગધેડાના શીંગડાની ઉત્પત્તિ થાય. - X - X - એ પ્રમાણે માટીના પિંડમાં પણ ઘડો છે, કેમકે તેના અર્થી માટીનો પિંડ લે છે. જો અસત્‌ ઉત્પન્ન માનીએ તો ઘડાનો અર્થી માટીનો પિંડ શા માટે લે? તેથી સત્‌ કારણમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે પૃથ્વી આદિ અને છઠ્ઠો આત્મા નિત્યત્વને પામે છે અને ભાવરૂપને જ સ્વીકારે છે - X - X -
અસત્‌થી ભાવ થતો નથી અને સત્‌નો અભાવ થતો નથી. - આનો ઉત્તર નિર્યુક્તિકારે ૩૪મી નિર્યુક્તિમાં આપેલ છે કે - સર્વ પદાર્થનું નિત્યત્વ માનીએ તો કૃતત્વ પરિણામ જ ન થાય. તેથી આત્માના અકતૃત્વમાં કર્મબંધનો અભાવ થતા કર્મનું વેદન કોણ કરે? અર્થાત્‌ કોઈ સુખ દુઃખ આદિ ન અનુભવે. એવું માનતા કરેલા કૃત્યનો નાશ થાય અને આત્માની બીજા ભવમાં ઉત્પત્તિરૂપ પાંચ પ્રકારની ગતિ ન થાય. મોક્ષ ગતિનો અભાવ થતા દીક્ષાદિ સર્વે અનુષ્ઠાન નકામાં થઈ જશે. - X - X -
વળી તમે કહો છો કે, ‘‘સત્‌ હોય તે જ ઉત્પન્ન થાય’’ તે પણ ખોટું છે કેમકે સર્વદા સત્‌ ઉત્પન્ન કેમ થાય? ઉત્પાદ હોય તો તે સર્વદા સત્‌ કઈ રીતે સિદ્ધ થાય? - X - X - સર્વે પદાર્થોનું કંઈક અંશે નિત્યત્વ અને કંઈક અંશે અનિત્યત્વ સત્‌-અસત્‌ કાર્યવાદ છે તેમ માનવું એમ જૈનાચાર્યો કહે છે. વળી તમે કહો છો–
સર્વે વ્યક્તિમાં ક્ષણે-ક્ષણે જુદાપણું દેખાય છે, તે વિશેષ નથી, તે વિદ્યમાન એવા જ્ઞાન અને જ્ઞાનાભાવના આકૃતિ આદિથી થાય છે તથા જેનામાં ભેદ છે, તેનો નિશ્ચે અન્વય નથી તથા જેમાં અન્વયની વૃત્તિ છે, તેથી જ તેમાં ભેદ નિશ્ચયથી ન કહેવાય. - X -
હવે બૌદ્ધમતનો આ પૂર્વપક્ષ નિર્યુક્તિકારે બતાવ્યો તે અફલવાદ અધિકાર પ્રગટ કરવા સૂત્રકાર કહે છે–

Linked texts (2)