Suyagada 712
Sūyagaḍa: ṭīkānusārī vivecana 712
- Language
- Gujarati
712
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૮ :– [૨/૩/–/૬૮૮]
હવે તીર્થંકરશ્રી કહે છે કે - મનુષ્યો અનેક પ્રકારના છે. જેમ કે - કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતર્દ્વીપજ તથા આર્ય, મ્લેચ્છ. તેઓ યથાબીજ, યથા અવકાશ સ્ત્રી-પુરૂષના કર્મકૃત્ મૈથુનનિમિત્તથી યોનિમાં સંયોગાનુસાર ઉત્પન્ન થાય છે. ત્યાં તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ સ્ત્રી, પુરૂષ કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે.
તે જીવો માતાની રજ અને પિતાનું વીર્ય, તે બંને પરસ્પર મળવાથી મલિન અને ધૃણિત છે, તેનો પહેલા આહાર કરે છે. ત્યારપછી માતા જે અનેકવિધ વસ્તુનો આહાર કરે છે તેના એકદેશરૂપ ઓજાહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી પરિપક્વ બની, માતાની કાયાથી નીકળતા [જન્મતા] કોઈ સ્ત્રી, કોઈ પુરૂષ, કોઈ નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળકરૂપે માતાના દૂધ અને ઘીનો આહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામીને ભાત-અડદ તથા ત્રસ-સ્થાવર પ્રાણીનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીશરીર આદિને યાવત્ પોતાના રૂપે પરિણમાવે છે.
તે કર્મભૂમિજ આદિ મનુષ્યોના શરીર અનેક વર્ણવાળા હોય છે. એમ કહ્યું છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit