Pramāṇa · Search · About · API

Suyagada 714

Sūyagaḍa: ṭīkānusārī vivecana 714

Language
Gujarati

714

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૯ :– [૨/૩/–/૬૮૯]
હવે તીર્થંકરશ્રી કહે છે - પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર કહે છે – જેમ કે - મત્સ્ય યાવત્‌ સુંસુમાર. તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરૂષના સંયોગથી યાવત્‌ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરીપક્વ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઈંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી, પુરૂષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવ બાળપણે પાણીનો આહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી તે જલચર વનસ્પતિકાય તથા ત્રસ-સ્થાવર જીવોનો આહાર કરે છે યાવત્‌ પૃથ્વી આદિ શરીર ખાય છે. તે જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બીજા પણ વિવિધ વર્ણાદિવાળા શરીરો હોય છે, તેમ કહ્યું છે.
હવે - X - વિવિધ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કહે છે. જેવા કે - એકખુર, દ્વિખુર, ગંડીપદ, સનખપદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરૂષના કર્મથી યાવત્‌ મૈથુન નિમિત્ત સંયોગથી ઉત્પન્ન થાય છે. તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં જીવ સ્ત્રી, પુરૂષ કે નપુંસકપણે યાવત્‌ ઉત્પન્ન થાય છે. તે જીવો માતાની રજ અને પિતાનું શુક્ર ખાઈને યાવત્‌ સ્ત્રી, પુરૂષ, નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળપણે માતાનું દૂધ પીએ છે, અનુક્રમે વૃદ્ધિ પામી વનસ્પતિકાય અને ત્રસ-સ્થાવર જીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક એક ખુર યાવત્‌ સનખપદ જીવોના વિવિધ વર્ણાદિ હોય છે, તેમ કહ્યું છે.
હવે - X - ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને કહે છે, તે આ પ્રમાણે - સર્પ, અજગર, આશાલિક, મહોરગ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરૂષના યાવત્‌ મૈથુનથી ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્‌. કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. તે ઈંડુ ફૂટે ત્યારે કોઈ સ્ત્રી, પુરૂષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવો બાળરૂપે વાયુકાયનો આહાર કરે છે. અનુક્રમે મોટા થતાં વનસ્પતિકાય, ત્રસ-સ્થાવરજીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવત્‌ તે ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સર્પ યાવત્‌ મહોરગના શરીર વિવિધ વર્ણના કહ્યા છે.
હવે - X - ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - ઘો, નોળીયો, સિંહ, સરડ, સલ્લક, સરવ, ખર, ગૃહકોકીલ, વિશ્વંભર, મૂષક, મંગુસ, પદલાતિક, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરૂષના સંયોગથી યાવત્‌ ઉરપરિસર્પ મુજબ જાણવું. યાવત્‌ સ્વ-રૂપે પરીણમાવે છે. બીજા પણ તેવા ભુજ પરિસર્પ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ ઘો આદિ યાવત્‌ કહેલ છે.
હવે - X - ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્‌ગપક્ષી, વિતતપક્ષી. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ યાવત્‌ ઉરપરિસર્પ મુજબ બધું જાણવું. તે જીવો બાળરૂપે માતાના શરીરના રસનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને વનસ્પતિકાય અને ત્રસસ્થાવર પ્રાણીને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે - યાવત્‌ - બીજા પણ તેવા અનેક ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક - X - કહ્યા છે.

Linked texts (1)