Pramāṇa · Search · About · API

Suyagada 720

Sūyagaḍa: ṭīkānusārī vivecana 720

Language
Gujarati

720

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૯૨ :– [૨/૩/–/૬૯૨]
હવે આગળ કહે છે - આ જગત્‌માં કેટલાંક જીવ વિવિધયોનિક છે યાવત્‌ પૂર્વ કર્મના કારણે તેમાં આવીને અનેકવિધ ત્રસસ્થાવર જીવોના સચિત્ત કે અચિત્ત શરીરોમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ ત્રસસ્થાવર જીવોની ભીનાશને ખાય છે. તે જીવો પૃથ્વીશરીર આહારે છે. યાવત્‌ પરીણમાવે છે.
તે ત્રસસ્થાવર યોનિક અગ્નિકાયના વિવિધ વર્ણાદિયુક્ત બીજા પણ શરીરો કહ્યા છે.
બાકીના ત્રણ આલાવા ઉદકના આલવાવત્‌ જાણવા.
હવે આગળ કહે છે - આ જગત્‌માં કેટલાંક જીવો વિવિધયોનિક છે. યાવત્‌ પૂર્વકર્મના ઉદયથી તેમાં આવીને અનેકવિધ ત્રસ સ્થાવર જીવોના સચિત્ત કે અચિત્ત શરીરમાં વાયુકાયરૂપે ઉત્પન્ન થાય છે. બાકીનું વર્ણન અગ્નિકાયના ચાર આલાવા મુજબ જાણવું.

Linked texts (1)