Suyagada 730
Sūyagaḍa: ṭīkānusārī vivecana 730
- Language
- Gujarati
730
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૦૧ :– [૨/૪/–/૭૦૧]
આ વિષયમાં પ્રેરકે પ્રરૂપકને આમ કહ્યું - પાપયુક્ત મન, પાપયુક્ત વચન, પાપયુક્ત કાયા ન હોય અને જે પ્રાણીઓને ન હણે, હિંસાના વિચારરહિત મન, વચન, કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત છે, જે પાપકર્મ કરવાનું સ્વપ્ને પણ વિચારતું નથી. એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી.
[પ્રરૂપકે તેને પૂછ્યું-] તેને પાપકર્મ બંધ કેમ ન થાય?
પ્રેરક કહે છે - પાપયુક્ત મન હોય તો મન નિમિત્તે પાપકર્મ થાય, પાપયુક્ત વચન હોય તો વચનયુક્ત પાપકર્મ થાય. પાપયુક્ત કાયા હોય તો કાયા નિમિત્ત પાપકર્મ થાય. હણતા સમનસ્કને સવિચાર મન-વચન-કાયા અને વાક્યપ્રયોગ કરતા, સ્વપ્ન પણ જોતા, આ પ્રકારના ગુણોથી યુક્ત જીવ પાપકર્મ કરે છે,
પ્રેરક આગળ કહે છે - જેઓ એમ કહે છે - પાપયુક્ત મન, વચન, કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં, મન-વચન-કાયાથી પણ વાક્યરહિત હોય, સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોય, તો પણ તે પાપ-કર્મ કરે છે - એવું કહેવું મિથ્યા છે.
ત્યારે પ્રરૂપક પ્રેરકને ઉત્તર આપે છે - મેં જે પૂર્વે કહ્યું, તે યથાર્થ છે. મન-વચન-કાય ભલે પાપયુક્ત ન હોય, કોઈને હણે નહીં, અમનસ્ક હોય, મન-વચન-કાયા અને વાણીનો સમજીને પ્રયોગ ન કરતો હોય, સ્વપ્ને પણ ન જાણવા છતાં એવો જીવ પાપકર્મ કરે છે. એ જ વાત સત્ય છે. કેમકે - આચાર્ય કહે છે કે –
આ વિષયમાં તીર્થંકર ભગવંતે છ જીવનિકાયને કર્મબંધના હેતુરૂપે બતાવ્યા છે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. આ છ જીવનિકાયની હિંસાથી થતાં પાપકર્મનું જેણે પચ્ચક્ખાણ કરેલ નથી, તે હિંસાથી થતાં પાપને રોકેલ નથી, નિત્ય નિષ્ઠુરતાપૂર્વક પ્રાણીઘાતમાં ચિત્ત રાખી, તેમને દંડ આપે છે - તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહ અને ક્રોધ યાવત્ મિથ્યાદર્શન શલ્ય [પર્યન્ત પાપને સેવે છે.]
આચાર્ય ફરી કહે છે - ભગવંતે આ વિષયમાં વધકનું દૃષ્ટાંત કહ્યું છે - કોઈ વધ કરનાર ગાથાપતિ કે ગાથાપતિ પુત્રનો, રાજા કે રાજપુરૂષનો વધ કરવા ઈચ્છે, અવસર પામીને તેના ઘરમાં પ્રવેશીને, તક મળતા તેને પ્રહાર કરી મારી નાખીશ,
આ રીતે કોઈ વધક ગાથાપતિ યાવત્ રાજપુરૂષનો વધ કરવાના વિચારથી દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા નિત્ય તે જ વિચારોમાં અટવાયેલો રહે છે. - તે અમિત્રભૂત, મિથ્યાત્વ સંસ્થિત, નિત્ય હિંસક ચિત્તવૃત્તિયુક્ત એવાને વધ કરનાર માનવો કે નહીં?
ત્યારે પ્રેરકે [પ્રશ્નકર્તાએ] સમતાથી કહ્યું - હા તે વધક જ છે.
આચાર્ય કહે છે - જેમ તે વધક તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્ર, રાજા કે રાજપુરૂષને સમય મળતાં તેના મકાનમાં પ્રવેશીને, તક મળતાં જ પ્રહાર કરીને તેને મારી નાંખીશ. આવું તે રાત્રે-દિવસે, સુતા-જાગતા અમિત્ર બનીને, મિથ્યાત્વ સ્થિત થઈને, તેમના ઘાતને માટે શઠતાપૂર્વક દુષ્ટચિત્તે વિચારતો હોય છે.
એવી રીતે અજ્ઞાની જીવ સર્વે પ્રાણી યાવત્ સર્વે સત્વોને દિવસે કે રાત્રે, સુતા કે જાગતાં અમિત્ર થઈને, મિથ્યાત્વ સ્થિત રહીને નિત્ય, શઠતાપૂર્વક ઘાત કરવાનો વિચાર ચિત્તમાં રાખી મૂકે છે તેથી પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપસ્થાનકો તેને છે.
આ રીતે ભગવંતે તેવા જીવોને અસંયત, અવિરત, પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડદાયી, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની મન-વચન-કાય વાક્ય વિચારપૂર્વક ન પ્રયોજે, સ્વપ્ન પણ ન જોવા છતાં, તે પાપકર્મ કરે છે.
જેવી રીતે તે વધક તે ગૃહપતિ યાવત્ રાજપુરૂષની પ્રત્યેકની હત્યા કરવાનો વિચાર ચિત્તમાં લઈને સુતા કે જાગતા તેનો શત્રુ બનીને રહે, મિથ્યાત્વ સ્થિત રહે, નિત્ય શઠતાપૂર્વક પ્રાણીદંડની ભાવના રાખે છે, એવી રીતે અજ્ઞાની જીવ સર્વ જીવો યાવત્ સર્વે સત્વોને પ્રત્યેક પ્રતિ ચિત્તમાં નિરંતર હિંસાભાવ રાખી, રાત્રે-દિવસે સુતા કે જાગતા અમિત્ર બની, મિથ્યાત્વ સ્થિત થઈ, શઠતાપૂર્વક હિંસામય ચિત્તવાળો બને છે.
[આ રીતે તે અજ્ઞાની જીવ પ્રત્યાખ્યાન કરે ત્યાં સુધી પાપકર્મબંધ કરે છે.]
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit