Pramāṇa · Search · About · API

Suyagada 757

Sūyagaḍa: ṭīkānusārī vivecana 757

Language
Gujarati

757

વિવેચન :–૭૨૦, ૭૨૧
[૭૨૦] શુભ પ્રકૃતિરૂપ પુણ્ય કે અશુભ પ્રકૃતિરૂપ નથી, તેવું ન વિચારવું.
[વાદી] પુન્ય-પાપનો અભાવ જણાવવા કહે છે - કેટલાંકના મતે પુણ્ય નથી, પાપ જ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે, તે જ સુખ-દુઃખનું નિબંધન છે. બીજા કહે છે - પાપ નથી, પુણ્ય ઘટતાં જીવ પાપ કરે છે. કેટલાંક બંનેનો નિષેધ કરે છે. સંસારનું વૈચિત્ર્ય નિયતિ સ્વભાવાદિ કૃત્‌ છે.
આ બધાનું કહેવું અયુક્ત છે. કેમકે પુન્ય-પાપ એ બંને સંબંધી શબ્દો છે. - X - તેથી કોઈ એકની સત્તા છે અથવા બંનેનો અભાવ છે તેમ કહી શકાય નહીં. કેમ કે તેવા કારણ વિના જગત્‌ની વિચિત્રતા ન સંભવે.
ક્યાંય કારણ વિના કાર્ય ન થાય, નિયતિ-સ્વભાવાદિ વાદ - X - માનીએ તો સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યર્થ થાય. તેથી સર્વ કાર્યની ઉત્પત્તિમાં પુન્ય-પાપ છે, તેવી સંજ્ઞા ધારવી જોઈએ.
પુન્ય-પાપનું સ્વરૂપ આવું છે - શુભ કર્મ પુદ્‌ગલો તે પુન્ય અને અશુભ કર્મ પુદ્‌ગલ તે પાપ, તેમ જિનશાસનમાં સર્વજ્ઞોએ કહ્યું છે.
[૭૨૧] કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. તેથી પૂર્વોક્ત પુન્ય-પાપના કારણભૂત આશ્રવ અને તેનો પ્રતિષેધ તે સંવર તેને બતાવે છે - જેનાથી કર્મ પ્રવેશે તે પ્રાણાતિપાતાદિ આશ્રવ છે - તે કર્મોપાદાનનું કારણ છે. તેનો નિરોધ તે સંવર છે. તેથી ‘આ બંને નથી’ - તેમ કહેવું નહીં.
તેના અભાવ માટે વાદીઓ કહે છે - ‘કાયા-વાચા-મનની પ્રવૃત્તિ તે કર્મ છે, તે આશ્રવ છે’ એવું તમે કહો છો, તેમ એવું પણ કહો છો કે - ‘ઈર્યાસમિતિ શોધતા સાધુને ચાલવા માટે પગ ઉચકતા કોઈ જીવ મરી જાય તો પણ શુદ્ધ મનવાળાને હિંસા નથી.’ - તેથી કાયાદિ પ્રવૃત્તિથી કર્મબંધ ન થાય.
[હવે વાદી પૂછે છે] આ આશ્રવ આત્માથી જુદો છે કે અભેદ છે? જો ભિન્ન હોય તો તે આશ્રવ નથી, જો અભેદ છે તો સિદ્ધોને પણ આશ્રવ થાય, માટે આશ્રવત્વ ઘટી ન શકે. આશ્રવના અભાવે સંવરનો અભાવ છે.
[જૈનાચાર્ય કહે છે] વાદીનું આ કથન માનવું. કેમકે અનેકાંત માર્ગથી કોઈ અંશે ઉપયોગવંત સાધુને આશ્રવ ન થાય, તેમાં અમે સંમત છીએ. કેમ કે અમે પણ તેવા ઉપયોગવંતને કર્મબંધ માનતા નથી. પણ ઉપયોગ રહિતને તો અવશ્ય કર્મબંધ છે. ભેદ-અભેદ ઉભય પક્ષને આશ્રીને એકપક્ષ આશ્રિત દોષનો અભાવ થતાં આશ્રવનો સદ્‌ભાવ છે. તેનો નિરોધ તે સંવર છે.
કહ્યું છે કે શુભ યોગ તે પુન્યાશ્રવ અને અશુભ યોગ તે પાપાશ્રવ છે. વચન-કાયા-મનની ગુપ્તિ તે આશ્રવ ન હોવાથી સંવર છે. આ રીતે આશ્રવ-સંવર છે, તેમ વિચારવું. આશ્રવ-સંવર છે માટે વેદના-નિર્જરા પણ છે–

Linked texts (2)