Suyagada 765
Sūyagaḍa: ṭīkānusārī vivecana 765
- Language
- Gujarati
765
વિવેચન :–૭૨૯, ૭૩૦
[૭૨૯] સર્વે કર્મોનો ક્ષય તે સિદ્ધિ, તેથી ઉલટું તે અસિદ્ધિ, તે નથી તેમ ન માને. પૂર્વ ગાથામાં ચતુર્ગતિ સંસાર કહ્યો, - X - માટે સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. તેથી વિપરીત તે - X - સિદ્ધિ પણ અનિવારિત-સત્ય છે. માટે સિદ્ધિ-અસિદ્ધિ છે, તેમ માનવું. સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના સદ્ભાવથી અને કર્મક્ષયથી - X - સિદ્ધિ મળે છે. કહ્યું છે કે - મોહનીય આદિ દોષ અને જ્ઞાનાદિ આવરણોની સંપૂર્ણ હાનિ તે જ સિદ્ધિ છે - X –
એ રીતે સર્વજ્ઞનો સદ્ભાવ પણ સંભવે છે. જેમ - અભ્યાસ વડે પ્રજ્ઞાની - X - વૃદ્ધિ થતાં પ્રજ્ઞાતિશય દેખાય છે. તેમ કોઈને અત્યંત અતિશય પ્રાપ્ત થતાં સર્વજ્ઞત્વ થાય તે સંભવ અનુમાન. પણ કોઈ યુક્તિથી - X - X - સર્વજ્ઞત્વ પ્રાપ્તિ ન થાય તેમ કહે, તો તે ન માનવું.
[જૈનાચાર્ય કહે છે-] તમારી યુક્તિ-દૃષ્ટાંતનું અમારા કથન સાથે સામ્યપણું નથી - X - X - પ્રજ્ઞાની વૃદ્ધિમાં બાધકપણાનો અભાવ હોવાથી સર્વજ્ઞની પ્રાપ્તિ છે.
[વાદી કહે છે-] અંજન ભરેલા દાબડા માફક આખું જગત્ સર્વત્ર જીવોથી ભરેલું છે, તેથી હિંસા દુર્નિવાર્ય હોવાથી સિદ્ધિનો અભાવ છે. જેમકે - જળ, સ્થળ, આકાશ બધે જીવો છે, લોક જીવાકુલ છે, તો ભિક્ષુ અહિંસક કઈ રીતે થાય? હિંસાના અભાવે સિદ્ધિનો અભાવ છે.
[જૈનાચાર્ય કહે છે-] તમારું માનવું અયુક્ત છે. સદા ઉપયોગવંત આશ્રવ રોકેલો, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, સર્વથા નિરવદ્ય અનુષ્ઠાન કરનારો, ૪૨-દોષરહિત ભિક્ષા કરનારો, ઈર્યા સમિતને કદાચિદ્ દ્રવ્યથી જીવ-હિંસા થઈ જાય તો પણ તેનાથી કર્મબંધ થતો નથી. કેમકે તે સર્વથા અનવદ્ય છે - X - એ રીતે કર્મબંધ અભાવથી સિદ્ધિનો સદ્ભાવ વાંધારહિત છે. એ રીતે સામગ્રીના અભાવે અસિદ્ધિ પણ છે તેમ માનો.
[૭૩૦] હવે સિદ્ધોના સ્થાનનું નિરૂપણ કરે છે - સર્વ કર્મક્ષય લક્ષણરૂપ સિદ્ધિ [સિદ્ધો]નું નિજ સ્થાન-ઈષત્ પ્રાગ્ભારા નામક વ્યવહારથી છે, નિશ્ચયથી તો તેના ઉપર યોજન ક્રોશનો છઠ્ઠો ભાગ [યોજનનો ૨૪-મો ભાગ-૩૩૩ પૂર્ણાંક એક તૃતીયાંશ ધનુષ્ પ્રમાણ] છે. તેના પ્રતિપાદક પ્રમાણના અભાવ હોવાથી સિદ્ધિ સ્થાન નથી તેવી શંકા ન કરવી. સિદ્ધિ સ્થાનના બાધક પ્રમાણનો અભાવ હોવાથી અને તેના સાધક આગમના સદ્ભાવથી સિદ્ધિ સ્થાન છે [તે માનવું.]
વળી બધાં કર્મમળ દૂર થવાથી સિદ્ધોનું કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. તે ચૌદ રાજલોકના સૌથી ઊંચે છે.
[જૈનાચાર્ય કહે છે-] સિદ્ધોને આકાશ માફક સર્વવ્યાપી ન જાણવા, કારણ કે આકાશ લોકાલોક વ્યાપી છે, અલોકમાં બીજા દ્રવ્યનો સંભવ નથી. તે માત્ર આકાશરૂપ છે. લોકમાત્રમાં પણ સિદ્ધો વ્યાપેલા નથી. કેમકે તેવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તે કહે છે - X - સિદ્ધ અવસ્થામાં તો સર્વવ્યાપી નથી, તેના વ્યાપીપણામાં કંઈપણ નિમિત્તનો અભાવ છે. સિદ્ધાવસ્થા પૂર્વે પણ સર્વવ્યાપી નથી, અન્યથા સંસારી જીવને સુખ-દુઃખનો અનુભવ ન થાય. વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી - X - તેથી સિદ્ધનું સર્વવ્યાપીત્વ યુક્તિ યુક્ત નથી. લોકાગ્રે જ સિદ્ધોનું સ્થાન છે.
સિદ્ધોની ગતિ - કર્મ મુક્ત જીવોની ઉર્ધ્વ ગતિ છે. તે જ કહ્યું છે કે - તુંબડુ, એરંડફળ, અગ્નિ, ધુંવાડો કે ધનુષ્થી છોડેલ બાણ ઊંચે જાય છે તેમ પૂર્વપ્રયોગથી સિદ્ધના જીવોની ઊંચી ગતિ છે. તેથી સિદ્ધિનું પોતાનું સ્થાન છે, તેવી સંજ્ઞા ધારણ કરે.
હવે સિદ્ધિમાં જનારા સાધુ તથા તેના પ્રતિપક્ષભૂત અસાધુનું અસ્તિત્વ બતાવતા કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati