Suyagada 792
Sūyagaḍa: ṭīkānusārī vivecana 792
- Language
- Gujarati
792
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૮૦ થી ૭૮૩ :– [૨/૬/–/૭૮૦ થી ૭૮૩]
[વેદવાદી કહે છે-] જે હંમેશાં ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે પુન્યનો સમૂહ એકઠો કરીને દેવ થાય છે, એમ વેદનું કથન છે...
[આર્દ્રકે કહ્યું-] ભોજન માટે ક્ષત્રિયાદિ કુલોમાં ભટકતા ૨૦૦૦ સ્નાતકોને નિત્ય ભોજન કરાવનાર માંસલોલુપી પ્રાણીથી વ્યાપ્ત નરકમાં જઈને ત્યાં તીવ્ર પરિતાપ પામે છે...
દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનાર રાજા, એક પણ કુશીલ બ્રાહ્મણને જમાડે, તો અંધકારમય નરકમાં જાય છે પછી દેવોમાં જવાની તો વાત જ ક્યાં રહી?..
[એકદંડી કહેવા લાગ્યા] તમે અને અમે બંને ધર્મમાં સમ્યક્ રીતે ઉત્થિત છીએ. ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આચારશીલ પુરૂષને જ્ઞાની કહીએ છીએ, બંનેના મતમાં કોઈ ભેદ નથી.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit