Pramāṇa · Search · About · API

Suyagada 92

Sūyagaḍa: ṭīkānusārī vivecana 92

Language
Gujarati

92

વિવેચન :– ૫૦
પોત-પોતાના દર્શન-મતને પ્રશંસતા કે સમર્થન કરતા તથા પરમતને નિંદતા સાંખ્યમતવાળા બધાનો પ્રગટ કે છૂપો ભાવ કહે છે, તે ક્ષણિક વાદ તથા નિરન્વય વિનશ્વર માનનાર બૌદ્ધ મતનું ખંડન કરે છે. બૌદ્ધો પણ સાંખ્યવાદીની - X - નિત્યતામાં દોષ કાઢે છે. એ પ્રમાણે બીજા વાદી પણ કરે છે. એ રીતે એકાંતવાદીઓ પોતાના મતની પ્રશંસા અને બીજાના મતની નિંદા કરતા પોતે વિદ્વાન હોય તેમ વિચરે છે. અથવા સ્વ-શાસ્ત્રમાં વિશિષ્ટ યુક્તિ બતાવે છે. તે આ પ્રમાણે બોલનારા ચાર ગતિરૂપ સંસારના ભ્રમણમાં અનેક પ્રકારે શુદ્ધ થઈ સંસારમાં ભમે છે. હવે ‘‘ચતુર્વિધ કર્મબંધ ભિક્ષુ ન કરે’’ તેમ બૌદ્ધના સંબંધમાં કહેવાયેલ વાતનું નિરાકરણ સૂત્રકાર કરે છે–

Linked texts (2)