Viyahapannatti 1040
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1040
- Language
- Gujarati
1040
‘ભગવતી’ સૂત્ર-૬૮૯ થી ૬૯૨ :– [૧૬/૧૧ થી ૧૪/૬૮૯ થી ૬૯૨]
[૬૮૯] ભગવન્! દ્વિપકુમારો બધાં સમાહારક, સમુસ્સાસ-નિસ્સાસા છે? ના, તે અર્થ સમર્થ નથી. જેમ શતક-૧, ઉદ્દેશો-૨-માં દ્વીપ કુમાર વક્તવ્યતા છે, તેમજ યાવત્ સમાયુષ્ક, સમઉચ્છ્વાસ-નિઃશ્વાસા છે.
ભગવન્! દ્વીપકુમારોને કેટલી લેશ્યા છે? ગૌતમ! ચાર. કૃષ્ણ યાવત્ તેજોલેશ્યા. દ્વીપકુમારની આ કૃષ્ણ યાવત્ તેજોલેશ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા તેજોલેશ્યી દ્વીપકુમારો, કાપોતલેશ્યી અસંખ્યાતગણા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે.
ભગવન્! આ દ્વીપકુમારોમાં કૃષ્ણલેશ્યી યાવત્ તેજોલેશ્યીમાં કોણ કોનાથી અલ્પર્દ્ધિક કે મહર્દ્ધિક છે? ગૌતમ! કૃષ્ણલેશ્યીથી નીલલેશ્યી મહર્દ્ધિક યાવત્ સમર્દ્ધિક તેજોલેશ્યી છે. ભગવન્! તે એમ જ છે.
[૬૯૦] ભગવન્! ઉદધિકુમારો બધાં સમાહારા૦ પૂર્વવત્. ૧૨/૬૯૦
[૬૯૧] એ પ્રમાણે દિશાકુમારો પણ જાણવા. ૧૩/૬૯૧
[૬૯૨] એ પ્રમાણે સ્તનિતકુમારો પણ જાણવા. ૧૪/૬૯૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit