Viyahapannatti 1103
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1103
- Language
- Gujarati
1103
‘ભગવતી’ સૂત્ર-૭૩૬ :– [૧૮/૫/૭૩૬]
ભગવન્! બે અસુરકુમાર દેવ, એક જ અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક અસુરકુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો, બીજો અસુરકુમાર દેવ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ ન હતો. હે ભગવન્! આવું કેમ હોય?
ગૌતમ! અસુરકુમાર દેવો બે ભેદે છે - વૈક્રિયશરીરી અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે, જે અવૈક્રિય શરીરી અસુરકુમાર દેવ છે, તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી.
ભગવન્! આવું કેમ કહો છો?
ગૌતમ! જેમ, આ મનુષ્યલોકમાં કોઈ બે પુરુષ હોય, તેમાંથી એક પુરુષ અલંકૃત્, વિભૂષિત હોય અને એક પુરુષ અલંકૃત્, વિભૂષિત ન હોય. ગૌતમ! આ બંને પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે, કયો પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, જે પુરુષ અલંકૃત્ અને વિભૂષિત છે તે કે અલંકૃત્, વિભૂષિત નથી તે?
ભગવન્! તેમાં જે પુરુષ અલંકૃત્ અને વિભૂષિત છે, તે પુરુષ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે, જે અલંકૃત્, વિભૂષિત નથી તે પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ નથી, તેથી આમ કહ્યું.
ભગવન્! બે નાગકુમાર દેવો છે, એક નાગકુમાર૦ ઈત્યાદિ પૂર્વવત્ કહેવું યાવત્ સ્તનિતકુમાર. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક આમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit