Viyahapannatti 1107
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1107
- Language
- Gujarati
1107
‘ભગવતી’ સૂત્ર-૭૩૮, ૭૩૯ :– [૧૮/૫/૭૩૮, ૭૩૯]
[૭૩૮] ભગવન્! નૈરયિક, અનંતર ઉદ્વર્તીને જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કયુ આયુ બાંધે છે?
ગૌતમ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું. વિશેષ એ કે – તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે.
ભગવન્! અસુરકુમાર ઉદ્વર્તીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે? પ્રશ્ન.
ગૌતમ! તે અસુરકુમારાયુ પ્રતિસંવેદે છે અને પૃથ્વીકાયિકાયુને સન્મુખ કરીને રહે છે - એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - પૃથ્વીકાયિક જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃથ્વીકાયિકાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે યાવત્ મનુષ્ય સ્વસ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવત્.
[૭૩૯] ભગવન્! બે અસુરકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપજ્યા. તેમાં એક અસુરકુમાર દેવ - ‘હું ઋજુરૂપથી વિકુર્વણા કરીશ’, એમ વિચારે. તે ઋજુરૂપ વિકુર્વે. જો વક્રરૂપ વિકુર્વવાને ઈચ્છે તો વક્રરૂપ વિકુર્વે. તે જે રૂપ વિકુર્વવા ઈચ્છે, તેવું વિકુર્વે. (જ્યારે) બીજો અસુરકુમાર દેવ ઋજુરૂપ વિકુર્વવા ઈચ્છે, તો વક્રરૂપ વિકુર્વી દે અને વક્રરૂપ વિકુર્વવા ઈચ્છે તો ઋજુરૂપ વિકુર્વી દે, જ્યાં જે ઈચ્છે, ત્યાં તેવું રૂપ વિકુર્વી શકતો નથી.
ભગવન્! આવું કેમ બને?
ગૌતમ! અસુરકુમાર દેવો બે ભેદે છે - માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ૦ અસુરકુમાર દેવ છે, તે ઋજુ વિકુર્વવા જતાં વક્ર રૂપ વિકુર્વે છે, યાવત્ તે રૂપે વિકુર્વી શકતો નથી. તેમાં જે અમાયી સમ્યગ્દૃષ્ટિ૦ અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિકુર્વવા ઈચ્છતાં ઋજુ જ વિકુર્વે યાવત્ તે વિકુર્વે.
ભગવન્ ! બે નાગકુમારો૦? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ભગવન્! તેમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit