Pramāṇa · Search · About · API

Viyahapannatti 1110

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1110

Language
Gujarati

1110

‘ભગવતી’ સૂત્ર-૭૪૦ :– [૧૮/૬/૭૪૦]
ભગવન્‌! ફાણિત ગોળ કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળો?
ગૌતમ! આ વિષયમાં બે નયો છે – નિશ્ચયનય, વ્યવહારિકનય. વ્યવહારિક નયથી ફાણિત ગોળ મધુર રસવાળો છે, નૈશ્ચયિક નયથી ગોળ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળો છે.
ભગવન્‌! ભ્રમર કેટલા વર્ણાદિથી છે?
ગૌતમ! અહીં બે નય છે – નિશ્ચયનય, વ્યવહારનય. વ્યવહારનયથી ભ્રમર કાળો છે, નિશ્ચય નયથી પાંચવર્ણ યાવત્‌ આઠ સ્પર્શવાળો છે.
ભગવન્‌! પોપટની પાંખ કેટલા વર્ણાદિયુક્ત છે? પૂર્વવત્‌. વિશેષ આ – વ્યવહાર નયથી પોપટની પાંખ લીલી છે. નિશ્ચય નયથી પાંચવર્ણનો છે. બાકી પૂર્વવત્‌.
આ રીતે આ અભિલાપથી મજીઠ લાલ છે, હળદર પીળી છે, શંખ શ્વેત છે, કોષ્ઠ સુરભિગંધ નથી. મૃતક શરીર દુરભિગંધ છે, લીમડો કડવો છે, સુંઠ તીખી છે, કપિત્થ કાષાયિક છે, આંબલી ખાટી છે, ખાંડ મધુર છે, વજ્ર કર્કશ છે, માખણ મૃદુ છે, લોઢું ભારે છે, ઉલુકપત્ર હલ્કા છે, હિમ શીત છે, અગ્નિકાય ઉષ્ણ છે, તેલ સ્નિગ્ધ છે.
ભગવન્‌! રાખ? પ્રશ્ન. ગૌતમ! એમાં બે નય છે. - X - વ્યવહારથી રૂક્ષ, નિશ્ચયથી પાંચ વર્ણ યાવત્‌ આઠ સ્પર્શવાળી છે.

Linked texts (1)