Pramāṇa · Search · About · API

Viyahapannatti 1424

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1424

Language
Gujarati

1424

‘ભગવતી’ સૂત્ર-૯૯૧ :– [૨૭/–/૧ થી ૧૧/૯૯૧]
ભગવન્‌! જીવે પાપકર્મ કર્યુ, કરે છે, કરશે? કર્યુ છે, કરે છે, કરશે નહીં? કર્યુ છે, કરતો નથી, કરશે? કર્યુ છે, કરતો નથી, કરશે નહીં?
ગૌતમ! કેટલાંકે કર્યુ છે, કરે છે, કરશે. કેટલાંકે કર્યુ છે, કરે છે, કરશે નહીં. કેટલાંકે કર્યુ છે, કરતો નથી, કરશે. કેટલાંકે કર્યુ છે, કરતો નથી, કરશે નહીં.
ભગવન્‌! સલેશ્યી જીવ પાપકર્મ૦ એ પ્રમાણે આ અભિલાપથી જેમ શતક-૨૬-માં વક્તવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેવી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેવા. - - - ‘કર્યુ છે’ શતક સમાપ્ત.

Linked texts (1)