Pramāṇa · Search · About · API

Viyahapannatti 1512

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1512

Language
Gujarati

1512

‘ભગવતી’ સૂત્ર-૧૦૮૦ થી ૧૦૮૭ :– [આઠ ગાથા]
[ભગવતી સૂત્રના ૧૩૮ શતક અને ૧૯૨૫ ઉદ્દેશા છે.]
[૧૦૮૦] પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના ૮૪ લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવભાવ કહ્યા છે.
[૧૦૮૧] ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ-વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ-નિયમ-વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે.
[૧૦૮૨] ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર થાઓ, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર થાઓ.
[૧૦૮૩] કાચબા સમ સંસ્થિત ચરણવાળી, અમ્લાન કોરંટની કળી સમાન ભગવતી શ્રુતદેવી મારા મતિ અંધકારને વિનષ્ટ કરે.
[૧૦૮૪] હાથમાં વિકસિત કમળવાળી, અંધકારનો નાશ કરેલ, નિત્ય બુધ અને વિબુદ્ધ દ્વારા નમંસિત શ્રુતાધિષ્ઠાત્રી દેવી મને બુદ્ધિ આપે.
[૧૦૮૫] જેના પ્રસાદથી જ્ઞાન શીખાયું, તે શ્રુતદેવતાને નમું છું. શાંત કરનારી તે પ્રવચનદેવીને નમું છું.
[૧૦૮૬] શ્રુતદેવતા, કુંભધર યક્ષ, બ્રહ્મશાંતિ, વૈરોટ્યા, વિદ્યા, અંત હુંડી, લખનારને અવિઘ્ન આપો.
[૧૦૮૭] વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના આરંભે આઠ શતકોના બબ્બે ઉદ્દેશકોનો ઉદ્દિષ્ટ કરાય છે. પણ ચોથા શતકના આઠ ઉદ્દેશકોનો પહેલા દિવસે, બીજે દિવસે બે ઉદ્દેશકોનો ઉદ્દેશો કરાય છે. નવમાં શતકથી આરંભીને જેટલું-જેટલું શીખે તેટલું-તેટલું એક દિવસે ઉદ્દેશાય છે. ઉત્કૃષ્ટથી એક દિવસમાં એક શતક, મધ્યથી બે દિવસે, જઘન્યથી ત્રણ દિવસ વડે વીસમાં શતક સુધી ઉદ્દેશો કરાય છે. માત્ર ગોશાળો એક દિવસ વડે ઉદ્દેશાય છે. જો શેષ રહી જાય તો એક આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. પછી શેષ રહે તો બે આયંબિલ વડે અનુજ્ઞા કરાય છે. ૨૧ થી ૨૩ શતક એક-એક દિવસ વડે ઉદ્દેશાય છે. ૨૪-મું શતક બે દિવસ વડે છ-છ ઉદ્દેશા ૨૫-મું બે દિવસે છ-છ ઉદ્દેશા વડે, બંધિશતક આદિ આઠ શતક એક દિવસથી, એ રીતે બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બાર-બાર શતકો તથા ૨૧-સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકો આ બધાને એક-એક દિવસ વડે [અલગ અલગ] ઉદ્દેશો કરવો. છેલ્લા રાશિયુગ્મ શતકનો ઉદ્દેશો એક દિવસે કરવો.

Linked texts (1)