Viyahapannatti 318
Viyāhapannatti: ṭīkānusārī vivecana 318
- Language
- Gujarati
318
‘ભગવતી’ સૂત્ર-૨૦૮, ૨૦૯ :– [૪/૧ થી ૪/૨૦૮, ૨૦૯]
[૨૦૮] રાજગૃહ નગરમાં યાવત્ આમ કહ્યું – દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કેટલા લોકપાલો છે? ગૌતમ! ચાર. તે આ – સોમ, યમ, વરુણ, વૈશ્રમણ,
ભગવન્! આ લોકપાલોને કેટલા વિમાનો છે? ગૌતમ! ચાર. તે આ – સુમન, સર્વતોભદ્ર, વલ્ગુ, સુવલ્ગુ.
ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામે મહાવિમાન ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, આ રત્નપ્રભા પૃથ્વી યાવત્ ઈશાન નામે કલ્પ છે. તેમાં યાવત્ પાંચ અવતંસકો કહ્યા છે. તે આ – અંકાવતંસક, સ્ફટિકાવતંસક, રત્નાવતંસક, જાતરૂપાવતંસક, તેની વચ્ચે ઈશાનાવતંસક.
તે ઈશાનાવતંસક મહાવિમાનની પૂર્વે તિર્છા અસંખ્યેય હજાર યોજન ગયા પછી ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામક મહાવિમાન છે. તે ૧૨ll લાખ યોજન છે. આદિ વક્તવ્યતા ત્રીજા શતકમાં કહેલ ‘શક્ર’ મુજબ આખી અર્ચનિકા સુધી અહીં કહેવી. ચારે લોકપાલના વિમાનનો એક એક ઉદ્દેશો જાણવો. ચારે વિમાનના ચાર ઉદ્દેશા છે. માત્ર સ્થિતિમાં ભેદ જાણવો.
[૨૦૯] સોમ, યમની સ્થિતિ ત્રિભાગ ઉણ પલ્યોપમ, વૈશ્રમણની બે પલ્યોપમ, વરુણની ત્રિભાગસહિત બે પલ્યોપમ તથા અપત્ય રૂપ દેવોની એક પલ્યોપમ સ્થિતિ જાણવી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit