Pramāṇa · Search · About · API

Viyahapannatti 5

Viyāhapannatti: ṭīkānusārī vivecana 5

Language
Gujarati

5

વિવેચન :–૧
અહીં નમઃ એ નૈપાતિક પદ દ્રવ્ય-ભાવના સંકોચ અર્થે છે. - X - X - નમઃ એટલે હાથ, પગ, મસ્તક વડે સુપ્રણિધાનરૂપ નમસ્કાર. કોને? તે કહે છે – અરહંતોને.
ઈન્દ્ર નિર્મિત અશોકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અર્હન્ત. કહ્યું છે કે – વંદન, નમસ્કારને જે યોગ્ય છે, પૂજા સત્કારને જે યોગ્ય છે, સિદ્ધિ ગમનને જે યોગ્ય છે, તેથી તે અર્હત્‌ કહેવાય છે અથવા
જેને સર્વજ્ઞતાને લીધે સર્વ વસ્તુ સમૂહગત પ્રચ્છન્નતાનો અભાવ હોઈ રહસ્‌ એટલે એકાંતરૂપ દેશ નથી, ગિરિગુહાદિનો મધ્ય ભાગ નથી તેમને નમસ્કાર થાઓ.
અથવા સર્વ પરિગ્રહોપ-લક્ષણરૂપ રથ નથી અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ ભૂત અંત નથી તે ‘અરથાંત’.
અથવા ‘અરહંતાણં’ એટલે ક્ષીણરાગતાને લીધે જે થોડી પણ આસક્તિ રાખતા નથી તેને.
અથવા અરહયદ્ભ્યઃ - પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયના સંપર્ક છતાં પણ વીતરાગરૂપ સ્વભાવને ત્યાગતા નથી તેમને [નમસ્કાર હો.]
અરિહંતાણં એમ પાઠાંતર છે. તેથી કર્મ શત્રુને હણનાર. કહ્યું છે – સર્વે જીવોને આઠ પ્રકારે કર્મ શત્રુરૂપ છે, તે કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે.
અરુહંતાણં એવો પણ પાઠ છે. એટલે કર્મબીજ ક્ષીણ થવાથી જેને ફરી ઉત્પત્તિ નથી, કહ્યું છે – બીજ અતિ બળી ગયા પછી જેમ સર્વથા અંકુર ફૂટતો નથી, તેમ કર્મબીજ બળી જતાં ભવાંકુર ઉગતો નથી. ભયંકર ભવારણ્યનાં ભ્રમણથી ભયભીત પ્રાણીને અનુપમ આનંદરૂપ પરમપદ નગરના માર્ગ દર્શાવવારૂપ તેઓના પરમ ઉપકારીપણાને લીધે તેઓની નમસ્કરણીયતા છે.
[આ રીતે ‘અરહંત’ શબ્દના સાત રૂપાંતર છે - અર્હન્ત, અરહોન્તર, અરથાન્ત, અરહન્ત, અરહયત્‌, અરિહન્ત, અરુહન્ત. આ અને આવા વિશિષ્ટ અર્થો ચઉસરણ પયન્ના, આવશ્યકમાં પણ જોવા.]
નમો સિદ્ધાણં - આઠ પ્રકારના કર્મરૂપ ઈંધનને શુક્લધ્યાનરૂપ અગ્નિથી જેણે બાળી નાંખ્યા છે, તે નિરુક્તવિધિથી સિદ્ધ છે. અથવા ગત્યર્થક ષિધ્‌ ધાતુ ઉપરથી ‘સિદ્ધ’ એટલે અપુનરાવૃત્તિથી જેઓ નિવૃત્તિપુરીમાં પહોંચ્યા તે સિદ્ધ.
અથવા નિષ્પત્ત્યર્થક સિધ્‌ ધાતુથી સિદ્ધ - જેમના અર્થ નિષ્પન્ન થયા છે તે
અથવા શાસ્ત્ર અને માંગલ્યાર્થ સિધ્‌ ધાતુથી, જેઓ શાસનકર્તા થયા
અથવા જેઓ મંગલત્વના સ્વરૂપને અનુભવે છે, તે સિદ્ધ.
અથવા સિદ્ધ એટલે નિત્ય, કેમ કે તેમની સ્થિતિ અવિનાશી છે. અથવા ભવ્ય જીવોને જેમનો ગુણસમૂહ ઉપલબ્ધ હોવાથી જે પ્રસિદ્ધ છે, તે સિદ્ધ.
કહ્યું છે – જેણે બાંધેલું પ્રાચીન કર્મ દગ્ધ કર્યુ છે, જે નિર્વૃત્તિરૂપ મહેલના શિખરે પહોંચ્યા છે, જે ખ્યાતા છે, અનુશાસ્તા છે અને કૃતાર્થ છે, તે સિદ્ધ મારે કૃતમંગલ થાઓ. આથી તેમને નમસ્કાર કર્યો છે,
તેઓ અવિનાશી જ્ઞાન-દર્શન-સુખ-વીર્યાદિ ગુણયુક્તતાથી સ્વવિષય આનંદોત્કર્ષના ઉત્પાદનથી ભવ્ય જીવોના અપ્રતિમ ઉપકારીપણાને લીધે તેમની નમસ્કરણીયતા છે.
નમો આયરિયાણં - આ - મર્યાદાપૂર્વક, તે વિષય-વિનયરૂપતાથી સેવાય અર્થાત્‌ જિનશાસનના અર્થના ઉપદેશક હોવાથી તેની આકાંક્ષા રાખનારાઓ વડે જેઓ સેવાય તે ‘આચાર્ય.’ કહ્યું છે –
સૂત્રાર્થને જાણનાર, લક્ષણયુક્ત, ગચ્છના નાયક, ગણના તાપથી વિમુક્ત, અર્થના વાચક તે આચાર્ય છે.
અથવા જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર
અથવા આ - મર્યાદાથી, ચાર - વિહાર, તે આચાર, તેમાં સ્વયં કરવાથી, કહેવાથી, દર્શાવવાથી જે શ્રેષ્ઠ છે, તે આચાર્ય.
કહ્યું છે– પંચવિધ આચારને આચરતા, કહેતા, દર્શાવતા તે આચાર્યો કહેવાય.
અથવા આ - કંઈક અપૂર્ણ, ચાર - દૂત, તે આચાર અર્થાત્‌ દૂત જેવા, યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્યો, તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રાર્થના ઉપદેશથી જેઓ નિપુણ છે તે આચાર્ય. માટે તે આચાર્યોને નમસ્કાર થાઓ. તેઓ આચારોપદેશક હોવાથી ઉપકારીત્વથી નમસ્કરણીય છે.
નમો ઉવજ્ઝાયાણં - ઉપ -જેઓની સમીપ આવીને ભણાય તે ઉપાધ્યાય. અથવા ગત્યર્થક ઈણ્‌ ધાતુ પરથી અધિ - અધિકતાથી - જિન પ્રવચન જેમનાથી જણાય તે ઉપાધ્યાય અથવા સ્મરણાર્થ ‘ઈક્‌’ ધાતુથી અધિકપણે જેમનાથી સૂત્ર વડે જિનપ્રવચન સ્મરાય તે ઉપાધ્યાય.
કહ્યું છે – જિનકથિત દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય પંડિતોએ કહ્યો છે, તેનો ઉપદેશ કરે તેઓ ઉપાધ્યાય છે. અથવા ઉપાધાન એટલે ઉપાધિ, અર્થાત્‌ સંનિધિ, તે સંનિધિથી કે સંનિધિમાં શ્રુતજ્ઞાનને લાભ થાય તે ઉપાધ્યાય
અથવા ઉપાધિનો એટલે શોભન વિશેષણોનો લાભ જેમની પાસેથી મળે તે ઉપાધ્યાય અથવા ઉપાધિ - સામીપ્ય, આય - દૈવજનિતતાથી ઈષ્ટ ફળ રૂપ હોવાથી લાભરૂપ છે
અથવા જેમનું સામીપ્ય, આય - ઈષ્ટ ફળના સમૂહનો મુખ્ય હેતુ છે, તે ‘ઉપાધ્યાય’
અથવા આધિ - મનની પીડાનો લાભ તે આધ્યાય અથવા અધી શબ્દમાં નકારવાચી ‘અ’ તે કુત્સિત અર્થમાં છે, તેથી કુબુદ્ધિનો લાભ તે અધ્યાય અથવા અધ્યાય એટલે અ + ધ્યૈ અર્થાત્‌ દુર્ધ્યાન, જેનાથી આધ્યાય કે અધ્યાય નાશ પામ્યો તે ઉપાધ્યાય. તેને નમસ્કાર થાઓ. સુસંપ્રદાયથી આવેલા જિનવચનોનું અધ્યાપન કરાવી ભવ્ય જીવોને વિનયમાં પ્રવર્તાવે છે, તે ઉપકારીપણાથી તેમની નમસ્કરણીયતા છે.
નમો સવ્વસાહૂણં - જ્ઞાનાદિ શક્તિ વડે મોક્ષને સાધે તે સાધુ અથવા સર્વ પ્રાણીમાં સમત્વને ધારે તે નિરુક્તિથી સાધુ છે.
કહ્યું છે – નિર્વાણ સાધક યોગને જેઓ સાધે અને સર્વ પ્રાણીમાં જે સમ હોય તે ‘ભાવસાધુ’ છે.
અથવા સંયમ કરનારને સહાય આપે તે નિરુક્તિથી ‘સાધુ’ છે.
સવ્વ - એટલે સામાયિકાદિ વિશેષણ યુક્ત, પ્રમત્ત આદિ, પુલાક આદિ, જિનકલ્પિક - પ્રતિમાકલ્પિક - યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિર-કલ્પિક, સ્થિતિકલ્પિક, સ્થિતાસ્થિતકલ્પિક, કલ્પાતીત ભેદવાળા, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિતાદિ ભેદવાળા તથા ભરત આદિ ક્ષેત્ર ભેદવાળા, અથવા સુષમ-દુઃષમાદિ કાળ ભેદવાળા સાધુ.
સર્વ સાધુ, અહીં ‘સર્વ’નું ગ્રહણ સર્વ ગુણવાનોની અવિશેષે નમનીયતા પ્રતિપાદનાર્થે છે. આ ‘સર્વ’ પદ અર્હદાદિ પદોમાં પણ જાણી લેવું. કેમ કે ન્યાય સમાન છે અથવા સર્વ જીવોના હિતકર તે સાર્વ તેવા સાર્વ સાધુને
અથવા સાર્વ એટલે બુદ્ધાદિના નહીં પણ અર્હન્તના જ સાધુ તે સાર્વસાધુ
અથવા સર્વે શુભયોગોને સાધે તે, અથવા સાર્વ-અર્હન્તો, તેમની આજ્ઞા પ્રમાણે વર્તીને આરાધે
અથવા દુર્નયનો નાશ કરી અર્હતોને પ્રતિષ્ઠાપે તે સાર્વ સાધુ
અથવા શ્રવ્ય એટલે શ્રવણ યોગ્ય વાક્યોમાં અથવા સવ્ય એટલે અનુકૂળ એવા કાર્યોમાં નિપુણ તે શ્રવ્યસાધુ કે સવ્ય સાધુ.
ક્યાંક નમો લોએ સવ્વસાહૂણં એવો પાઠ છે. તેમાં સર્વ શબ્દ દેશસર્વતાનો વાચક હોવાથી અપરિશેષ સર્વતા દર્શાવવાને લોએ શબ્દ લીધો છે. ‘લોકમાં’ એટલે મનુષ્ય લોકમાં, ગચ્છાદિમાં નહીં એવા સર્વે સાધુઓને નમસ્કાર. તેઓ મોક્ષમાર્ગમાં સહાયકર્તા હોવાથી તે ઉપકારીપણાને લીધે નમસ્કરણીય છે. કહ્યું છે કે – સંયમ કરનાર મને અસહાયને સહાયકર્તા હોવાથી સર્વ સાધુઓને હું નમસ્કાર કરું છું.
[શંકા] જો નમસ્કાર સંક્ષેપથી હોય તો સિદ્ધ અને સાધુઓને જ યુક્ત છે. કેમ કે સિદ્ધ, સાધુના ગ્રહણથી અર્હત્‌ આદિનું ગ્રહણ થઈ જશે - X - અને વિસ્તારથી નમસ્કાર કરવો ‘ઋષભ’ આદિનો નામોચ્ચારણથી કરવો જોઈએ.
[સમાધાન] એમ નથી, તેથી સાધુ માત્રના નમસ્કારથી અર્હત્‌ આદિ નમસ્કારનું ફળ ન મળે. જેમ મનુષ્ય માત્રના નમસ્કારથી રાજાદિના નમસ્કારનું ફળ ન મળે. તેથી અહીં વિશેષથી કરવો. પણ પ્રત્યેક વ્યક્તિને નામોચ્ચારણપૂર્વક શક્ય નથી.
[શંકા] યથાપ્રધાન ન્યાયને અંગીકાર કરીને સિદ્ધ આદિ ક્રમ યોગ્ય છે. કેમ કે સિદ્ધો સર્વથા કૃતકૃત્ય હોવાથી તેઓ સર્વમાં પ્રધાન છે.
[સમાધાન] એવું નથી. અર્હત્‌ના ઉપદેશથી સિદ્ધો ઓળખાય છે. તથા તીર્થ પ્રવર્તક હોવાથી અર્હતો જ પરમ ઉપકારક છે. માટે આ ક્રમ યોગ્ય છે.
[શંકા] જો એમ હોય તો આચાર્યને જ પ્રથમ મૂકવા જોઈએ, કેમ કે કોઈ વખતે આચાર્ય દ્વારા અર્હત્‌ આદિનું ઓળખાવવાપણું છે. માટે તેઓ અતિ ઉપકારી છે...
[સમાધાન] એવું નથી. અર્હત્‌ના ઉપદેશથી જ આચાર્યનું ઉપદેશદાન સામર્થ્ય છે. આચાર્યોને સ્વતંત્રપણે ઉપદેશથી અર્થજ્ઞાપકતા નથી. પરમાર્થથી અર્હન્તો જ સર્વ અર્થના જ્ઞાપક છે. વળી અર્હત્‌ની સભારૂપ જ આચાર્યો છે, તેથી આચાર્યોને નમસ્કાર કરી અર્હતોને નમસ્કાર કરવો અયુક્ત છે. કહ્યું છે – કોઈપણ વ્યક્તિ પર્ષદાને નમસ્કાર કરી રાજાને ન નમે.
એ રીતે પરમેષ્ઠીને નમસ્કાર કરી હાલના મનુષ્યોને શ્રુતજ્ઞાન અત્યંત ઉપકારી હોવાથી તેના દ્રવ્ય-ભાવ શ્રુતરૂપત્વથી અને દ્રવ્યશ્રુત, ભાવશ્રુતનું કારણ હોવાથી સંજ્ઞાક્ષર રૂપ દ્રવ્યશ્રુતને નમસ્કારાર્થે કહે છે –
[આવશ્યક નિર્યુક્તિ આદિ, વિશેષાવશ્યકમાં આ અર્થો જોવા.]

Linked texts (1)