Viyahapannatti 754
Viyāhapannatti: ṭīkānusārī vivecana 754
- Language
- Gujarati
754
‘શાલૂક’ આદિ સાત ઉદ્દેશા પ્રાયઃ ઉત્પલ ઉદ્દેશક સમાન આલાવાવાળા છે. વિશેષ વળી જે છે, તે સૂત્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – જે કહ્યું કે – ‘દેવોમાં ઉત્પન્ન થતાં નથી’, તેનો આ અર્થ છે - ઉત્પલમાં દેવમાંથી ચ્યવેલ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, તે અહીં ‘પલાશ’માં ઉત્પન્ન ન થાય તેમ કહેવું. કેમકે તેનું અપ્રશસ્તત્વ છે, તે પ્રશસ્ત ઉત્પલાદિ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. - - તથા લેશ્યાદ્વારમાં ‘આમ કહેવું’ એ વાક્ય શેષ છે. તે જ દર્શાવે છે
જો તેજોલેશ્યા યુક્ત દેવ, દેવભવથી ચ્યવીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યુક્તિથી પલાશમાં, દેવત્વ છોડીને ઉત્પન્ન ન થાય, તેથી અહીં તેજોલેશ્યા સંભવતી નથી. તેના અભાવે આદ્ય ત્રણ લેશ્યા જ હોય છે. તેમાં ૨૬ ભંગ છે.
આ ઉદ્દેશકોમાં વૈવિધ્યના સંગ્રહ માટે ત્રણ ગાથા છે - શાલૂકમાં ધનુષ્ પૃથક્ત્વ, પલાશમાં ગાઉ પૃથક્ત્વ, બાકીના છએમાં અધિક ૧૦૦૦ યોજન છે... કુંભિક અને નાલિકમાં વર્ષપૃથક્ત્વ સ્થિતિ જાણવી, બાકીના છમાં ૧૦,૦૦૦ વર્ષ છે... કુંભિક, નાલિક, પલાશમાં ત્રણ લેશ્યા હોય છે, બાકીના પાંચમાં ચાર લેશ્યાઓ હોય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit