Pramāṇa · Search · About · API

Viyahapannatti 788

Viyāhapannatti: ṭīkānusārī vivecana 788

Language
Gujarati

788

વિવેચન :–૫૩૦ થી ૫૩૨
આસાએમાણ - કિંચિત્‌ સ્વાદ લેતો, ઘણાંને છોડતો, શેરડીના ટુકડાની જેમ. વિસ્સાએમાણ - વિશેષ સ્વાદ લેતો, થોડાંને છોડતો, ખજુરવત્‌. પરિભાએમાણ - દેતા, પરિભુંજેમાણ - બધું ખાતાં, કંઈ પણ ન છોડતા. પછી તે વિપુલ અશનાદિ ખાઈને, પક્ખિયંપોસએ૦ પક્ષ એટલે અર્ધ માસ, તેમાં થાય તે પાક્ષિક. પૌષધ - અવ્યાપાર પૌષધ, પરિજાગ્રત-પાલન કરતાં, વિહરિષ્યામ - રહીશું, અહીં ભોજન પછી જે પૌષધ સ્વીકારવાનું જણાવે છે, આ પ્રમાણે આગળ પણ ગમનિકા કરવી. બીજા કહે છે – આ પૌષધ એ પર્વદિને અનુષ્ઠાન છે, તે બે ભેદે - ઈષ્ટજન ભોજનદાનાદિ રૂપ, આહારાદિ પૌષધરૂપ. તેમાં શંખે ઈષ્ટજન ભોજન દાનરૂપ પૌષધ કરવાની ઈચ્છાથી જે કહેલું, તે દર્શાવવા માટેનું વિધાન સૂત્રમાં છે - તએ ણં અમ્હે૦ આદિ.
ફરી શંખ પોતે સંવેગ વિશેષ વશ થઈને, બીજા પ્રકારે પૌષધ કરવાનું વિચારે, તે દર્શાવે છે - એક - બાહ્ય સહાય અપેક્ષા વિના, અબિઈય - તથાવિધ ક્રોધાદિ સહાય વિના. ‘એક’ એટલે એકલો જ પૌષધ કરવો કલ્પે તેમ વિચારવું નહીં, આ ચરિત્રાનુવાદ સ્વરૂપે કહ્યું. ગ્રંથાંતરમાં ઘણાં શ્રાવકોનું પૌષધશાળામાં એકઠા થવામાં દોષનો અભાવ, પરસ્પર સ્મરણાદિ ગુણવિશેષ સંભવે છે. ઈર્યાપથિકી પ્રતિક્રમવી તે ગમનાગમન પ્રતિક્રમણ.
છંદેણ - સ્વાભિપ્રાયથી, મારી આજ્ઞાથી નહીં. પૂર્વરાત્ર - રાત્રિનો પૂર્વભાગ, અપર રાત્રિ-રાત્રિનો પશ્ચિમ ભાગ, તે રૂપ કાળ સમય. ધમ્મજાગરિયા - ધર્મ કે ધર્મચિંતાને માટે, જાગરિકા એટલે જાગરણ. પારિત્તએ - પારવાને માટે, પાર લઈ જવાને. એવં સંપ્રેક્ષતે-આ રીતે આલોચે છે. ઈતિ કર્ત્તુમ્‌-આ અર્થને કરવા માટે. અભિગમો નત્થિ - પૂર્વોક્ત પાંચ પ્રકારનો અભિગમ અહીં નથી, કેમકે સચિત્તાદિ દ્રવ્યના છોડવાનો અહીં અભાવ છે.
જહા પઢમં - જેમ તેનો પહેલો નિર્ગમ કહ્યો, તેમ બીજો નિર્ગમ પણ કહેવો. હિજ્જો - ગઈ કાલે, સુદક્ખુ - જેનું સારું દર્શન છે તેની જાગરિયા - પ્રમાદ, નિદ્રા છોડીને જાગવું તે. તેવી જાગરિકા કરી. બુદ્ધ - કેવલ જ્ઞાની, તે બુદ્ધોની - X - જાગરિકા - પ્રબોધ, તે બુદ્ધ જાગરિકાને કરે છે. અબુદ્ધા - કેવલજ્ઞાન રહિત, યથાસંભવ શેષ જ્ઞાનના સદ્ભાવથી બુદ્ધસદૃશ, તે અબુદ્ધ-છદ્મસ્થોની જાગરિકા, તે જાગે છે. - - હવે ભગવંત કિંચિત્‌ પરિકુપિત શ્રાવકોના ક્રોધોપશમન માટે ક્રોધાદિ વિપાક કહે છે –

Linked texts (1)