Pramāṇa · Search · About · API

Viyahapannatti 9

Viyāhapannatti: ṭīkānusārī vivecana 9

Language
Gujarati

9

વિવેચન :–૩
આ ગાથાનો અર્થ હવે કહેવાનાર દશ ઉદ્દેશકના જ્ઞાન પછી સ્વયં જ જણાય છે, તો પણ બાળજીવોના સુખાવબોધ માટે કહીએ છીએ–
તેમાં રાયગિહે - X - ‘રાજગૃહ નગરમાં વક્ષ્યમાણ દશ ઉદ્દેશકના અર્થો ભગવંત મહાવીરે દર્શાવ્યા’-એ પ્રમાણે વ્યાખ્યા કરવી. - X -
(૧) ચલણ - ચલન વિષયક પહેલો ઉદ્દેશો, ‘ચાલતું એ ચાલ્યું’ ઈત્યાદિ અર્થ નિર્ણયને માટે છે..
(૨) દુઃક્ખે - દુઃખવિષયક બીજો ઉદ્દેશો, સ્વયંકૃત્‌ દુઃખને જીવો વેદે છે? ઈત્યાદિ પ્રશ્નના નિર્ણય માટે..
(૩) કંખપઓસે - મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉત્પન્ન અને અન્ય દર્શનના ગ્રહણ કરવારૂપ જીવ પરિણામ તે કાંક્ષા, તે જ મોટું દૂષણ તે કાંક્ષા પ્રદોષ, તેના વિષયવાળો ત્રીજો ઉદ્દેશો. હે ભગવન્‌! ‘જીવે કાંક્ષા મોહનીય કર્મ કર્યું છે?’ ઈત્યાદિ અર્થના નિર્ણય માટે છે..
(૪) પ્રકૃત્તિ-કર્મના ભેદો, ચોથો ઉદ્દેશો છે. હે ભગવન્‌! કર્મની પ્રકૃતિઓ કેટલી છે? ઈત્યાદિ.
(૫) પૃથ્વીઓ -રત્નપ્રભાદિ પૃથ્વીનો પાંચમો, હે ભગવન્‌! પૃથ્વી કેટલી છે? ઈત્યાદિ સૂત્રો..
(૬) યાવંત - યાવત્‌ શબ્દથી ઉપલક્ષિત છઠ્ઠો. હે ભગવન્‌! જેટલા અવકાશાંતરથી સૂર્ય ઈત્યાદિ સૂત્રો છે
(૭) નૈરયિક - શબ્દ ઉપલક્ષિત સાતમો. હે ભગવન્‌! નરકમાં ઉત્પન્ન થતો, ઈત્યાદિ સૂત્ર છે..
(૮) બાલ-શબ્દથી ઉપલક્ષિતને આઠમો. હે ભગવન્‌! એકાંતબાલ મનુષ્ય, ઈત્યાદિ સૂત્ર છે..
(૯) ગુરૂક વિષયક નવમો, હે ભગવન્‌! જીવો ભારેપણું કેમ પામે છે? ઈત્યાદિ સૂત્ર..
(૧૦) ચલણા બહુવચન નિર્દેશથી ‘ચલન’ આદિ દશમાં ઉદ્દેશાના અર્થો છે. તેનું સૂત્ર - હે ભગવન્‌! અન્યતીર્થિકો આમ કહે છે - ચાલતું ચાલ્યુ નથી, ઈત્યાદિ.
એ રીતે શાસ્ત્રના ઉદ્દેશમાં મંગલાદિ કાર્યો કર્યા, તો પણ પહેલા શતકની આદિમાં વિશેષથી ‘મંગલ’કહે છે

Linked texts (1)