Uvasagadasao 63
Uvāsagadasāo: ṭīkānusārī vivecana 63
- Language
- Gujarati
63
‘ઉપાસકદશા’ સૂત્ર-૪૭ :– [૭/૪૭]
ત્યારે સદ્દાલપુત્રને ઘણાં શીલ૦ યાવત્ ભાવતા ચૌદ વર્ષો વીત્યા, પંદરમાં વર્ષમાં વર્તતા, મધ્યરાત્રિ કાળે યાવત્ પૌષધશાળામાં ભગવંત મહાવીર પાસે ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારે, તેની પાસે એક દેવ આવ્યો. તે દેવે એક મોટી નીલોત્પલ યાવત્ તલવાર લઈને સદ્દાલપુત્રને કહ્યું – ચુલનીપિતાની માફક કહેવું, તેની જેમજ દેવે ઉપસર્ગ કર્યો. વિશેષ એ કે – એકૈક પુત્રના નવ માંસ ટુકડા કરે છે યાવત્ નાના પુત્રનો ઘાત કરે છે યાવત્ લોહી છાંટે છે. ત્યારે સદ્દાલપુત્ર નિર્ભય રહિત યાવત્ વિચરે છે. ત્યારે સદ્દાલપુત્રને નિર્ભય યાવત્ જોઈને ચોથી વખત પણ સદ્દાલપુત્ર શ્રાવકને આ પ્રમાણે કહ્યું –
ઓ અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર સદ્દાલપુત્ર! યાવત્ વ્રત-ભંગ નહીં કરે, તો જે આ તારી અગ્નિમિત્રા પત્ની, જે ધર્મસહાયિકા, ધર્મદ્વિતીયા, ધર્માનુરાગ-રક્તા, સમસુખદુઃખ સહાયિકા છે, તેને તારા ઘરમાંથી લાવી, તારી પાસે મારીશ. નવ માંસ ટુકડા કરીને, તેલની કડાઈમાં ઉકાળીશ, તારા શરીરને માંસ, લોહીથી છાંટીશ. જેનાથી તું આર્ત્તધ્યાનથી પીડિત થઈ યાવત્ મરીશ. ત્યારે સદ્દાલપુત્ર યાવત્ નિર્ભય રહ્યો.
ત્યારે તે દેવે બે-ત્રણ વખત કહ્યું – ઓ સદ્દાલપુત્ર! આદિ૦ ત્યારે સદ્દાલપુત્રને - X - આવો સંકલ્પ થયો કે૦ ચુલનીપિતા જેમ વિચારે છે, જે મારો મોટો-વચલો-નાના પુત્રને યાવત્ લોહી છાંટ્યુ, હવે મારી અગ્નિમિત્રા પત્નીને - X - પણ ઘરમાંથી લાવી મારવા ઈચ્છે છે. તો મારે તેને પકડવો જોઈએ, એમ વિચારી દોડ્યો. ચુલનીપિતા માફક બધું કહેવું. વિશેષ એ - અગ્નિમિત્રાએ કોલાહલ સાંભળ્યો. - X - અરુણભૂત વિમાને દેવ યાવત્ સિદ્ધ થશે.
Linked texts (1)
- Uvāsagadasāo (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit