Mahanisiha 1
Mahānisīha: ṭīkānusārī vivecana 1
- Language
- Gujarati
1
ભૂમિકા :– છેદસૂત્રોમાં જેની છઠ્ઠા અને છેલ્લા છેદસૂત્ર રૂપે ગણના થાય છે, તેવા આ આગમને પ્રાકૃતમાં ‘મહાનિસીહ’ નામે ઓળખવામાં આવે છે અને વ્યવહારથી તેમજ સંસ્કૃતમાં પણ ‘મહાનિશીથ’ કહેવાય છે. જેમાં છ અધ્યયનો અને બે ચૂલિકા છે. એ રીતે આઠ વિભાગમાં આ આગમ સંગૃહીત છે. આ આગમ પરત્વે કોઈ જ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વ્યાખ્યા-વૃત્તિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. એટલે અમે આ મૂળસૂત્રનો માત્ર અર્થ જ અહીં આપેલ છે.
સંયમ-જીવનની શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકતા એવા આ ગ્રન્થમાં ચરણ-કરણાનુયોગની મુખ્યતા હોવા છતાં લક્ષ્મણા સાધ્વી, નંદીષેણ મુનિ, સુસઢ આદિની કથાના માધ્યમે કથાનુયોગ પણ તેટલાં જ પ્રમાણમાં છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, ઉપધાનનું સ્વરૂપ, ગીતાર્થ વિહાર આદિના માધ્યમથી કિંચિત્ દ્રવ્યાનુયોગ સ્વરૂપ પણ જોવા મળે જ છે.
વર્ધમાન વિદ્યા અને તેને કઈરીતે સાધવી તે વાત અતિ સ્પષ્ટ અને વિસ્તૃતરૂપે આ આગમમાં કહેલ છે.
નિઃશલ્ય પ્રાયશ્ચિત્ત, ગચ્છની મર્યાદા ઈત્યાદિ વિષયો પ્રત્યેક સાધુ-સાધ્વી માટે મનનીય, ચિંતનીય અને સામર્થ્યાનુસાર આચરણીય હોવાથી ખરેખર આ આગમને વાચના આદિના માધ્યમે અત્યંત પ્રસારવા યોગ્ય છે. માત્ર સાધુ-સાધ્વીજી જ નહીં પરંતુ શ્રાવક-શ્રાવિકાના જીવનમાં પણ આ આગમ થકી ખૂબ-ખૂબ પરિવર્તન લાવી શકાય તેવા સચોટ વસ્તુ વિષય અને સ્પષ્ટ કથનવાળું આ આગમ છે.
મૂળ આગમની પુનઃ વાચના થકી આ આગમને પુનઃ સંપાદિત કરાયેલ છે. તે વિષયક ઉલ્લેખ તો આગમની અંદરના ગદ્ય ખંડોમાં સ્વયં આચાર્ય ભગવંતોએ જ કરેલ છે.
(૩૯) મહાનિશીથ છેદસૂત્ર-૬ – મૂળ સૂત્ર અનુવાદ –
અધ્યયન-૧ ‘શલ્ય ઉદ્ધરણ’