Pramāṇa · Search · About · API

Mahanisiha 147

Mahānisīha: ṭīkānusārī vivecana 147

Language
Gujarati

147

‘મહાનિશીથ’ સૂત્ર-૩૭૨ થી ૩૭૪ :– [૨/૩/૩૭૨ થી ૩૭૪]
નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર કેટલું? મેરુ પર્વતના પરમાણુ અનંતગણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગનું સ્પર્શ-દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખકાંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાલીન દુઃખ સ્મરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણાં દુઃખના સંકટમાં રહેલ લાખો આપદા યુક્ત એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યુ મધુબિંદુ પ્રાપ્ત થઈ જાય તો મળેલું સુખ કોઈ જતું ન કરે પરંતુ...

Linked texts (2)