Dasaveyaliya 168
Dasaveyāliya: ṭīkānusārī vivecana 168
- Language
- Gujarati
168
વિવેચન–૭
ચીનાંશુકાદિ વસ્ત્રો, કોષ્ઠપુટાદિ ગંધો, કટક આદિ અલંકારો, અનેક પ્રકારની સ્ત્રીઓ, પલંક આદિ શયન, આસન આદિ. આ બધાંને અસ્વવશ હોવાથી - પરતંત્રતાથી જે કોઈ ન સેવે, તેટલાથી તેને ત્યાગી ન કહેવા. તે સુબંધુવત્ તેને શ્રમણ ન જાણવા. આ સુબંધુ કોણ છે? જ્યારે ચંદ્રગુપ્તે નંદને કાઢી મૂક્યો, તે વખતે નંદની પુત્રીએ ચંદ્રગુપ્ત પ્રતિ સ્નેહદૃષ્ટિ કરી. આ કથા આવશ્યકાનુસાર જાણવી. યાવત્ બિંદુસાર રાજા થયો. નંદને સુબંધુ નામે અમાત્ય હતો. તેને ચાણક્ય પ્રત્યે દ્વેષ હતો. તેના છિદ્રો શોધતો હતો. કોઈ દિવસ સુબંધુએ રાજાને કહ્યું – જો કે તમે અમને ધન નથી આપતા, તો પણ અમારે તમારું હિત કહેવું જોઈએ. તમારી માતાને ચાણક્યએ મારી નાંખી છે. રાજાએ ધાવમાતાને પૂછ્યું, તેણીએ હા પાડી. રાજાએ કારણ ન પૂછ્યું. કોઈ કામે ચાણક્ય રાજા પાસે આવ્યો, રાજાએ સામે ન જોયું. ત્યારે ચાણક્ય વિચારે છે કે – રાજા રોષાયમાન થયો છે, હવે મારું મરણ આવેલ છે. પુત્ર-પૌત્રાદિ માટે ધન આપી દીધું, તેમના રક્ષણાર્થે ગુપ્ત સ્થાને સંતાડી દીધું. એક પત્ર લખી દાબડામાં મૂક્યો. દાબડો સુગંધવાળા ઓરડામાં મૂકી દીધો. જંગલમાં જઈ ગોકુળમાં ઈંગિની મરણ સ્વીકારીને ચાણક્ય રહ્યો. સુબંધુએ ચાણક્યનું ઘર જોયું. સુગંધીવાળા ઓરડામાં દાબડો જોયો. તે ખોલી પત્ર વાંચ્યો. તેમાં લખેલ કે કોઈએ આ સુગંધી ચૂર્ણ ન સૂંઘવું. જો સૂંઘ્યા પછી કોઈપણ પ્રકારના વિષયસુખને ભોગવશે તો અવશ્ય મરી જશે. સુબંધુએ કોઈ પુરુષને સૂંઘાડીને શબ્દાદિ વિષય ભોગવાવતા તે મરી ગયો. તેથી જીવિતનો અર્થી સુબંધુ અનિચ્છાએ સાધુવત્ રહ્યો, પણ તે અસ્વસ્થ - પરતંત્ર સાધુ માફક રહ્યો. પરંતુ અધિકૃત સાધુ-માત્ર વેશધારી હોવાથી સાધુ ન કહેવાય. તેથી તે ત્યાગી પણ કહેવાતો નથી, કેમકે તે સાધુના ગુણથી યુક્ત નથી. હવે સાધુ કોને કહેવો, તે કહે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit