Uttarajjhayana 103
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 103
- Language
- Gujarati
103
વિવેચન–૨૬
સમર - ખરકુટી, ચૂર્ણિમાં લુહારશાળા અર્થ કરે છે. ઉપલક્ષણથી આવી બીજી પણ નીચ સભા જાણવી. અગાર - ઘર, ગૃહસંધિ - બે ઘરની મધ્યનો માર્ગ, મહાપથ - રાજમાર્ગાદિ. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ન રહે. વાત ન કરે ઈત્યાદિ - X - અહીં અતિ દુષ્ટતા બતાવવા ‘એકલા’ શબ્દ મૂક્યો. અન્યથા એક કરતાં વધુ સાધુને, એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે પણ રહેવું, વાત કરવી ઈત્યાદિ દોષને માટે જ થાય છે. કેમકે પ્રવચન માલિન્ય આદિ દોષ સંભવે છે. અથવા શત્રુની જેમ વર્તે છે તે સમર; દ્રવ્યથીજ જનસંહાર કરી સંગ્રામ, ભાવથી સ્ત્રીના શત્રુભૂત-ત્વથી જ્ઞાનાદિ જીવ સ્વતત્વઘાતી, તેમના જ દૃષ્ટિસંબંધ. તે આ ભાવસમરથી અધિકાર છે અર્થાત્ દ્રવ્યસમરા પ્રાણ અપહારી ન થાય, ભાવસમરા જ્ઞાનાદિ ભાવરૂપ પ્રાણના અપહારી જ છે. તે વિશેષથી એકલાને થાય. તેથી આ દારુણ ભાવસમરમાં એક સ્ત્રી સાથે એકલા સાધુ ન રહે, ન વાત કરે. આના વડે ચારિત્રવિનય કહ્યો.
કદાચ સ્ખલના થાય ત્યારે શું કરે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati