Pramāṇa · Search · About · API

Uttarajjhayana 121

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 121

Language
Gujarati

121

વિવેચન–૩૫
સૂત્રાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે – અલ્પ શબ્દ અભાવવાચી છે, પ્રાણ - પ્રાણી. જેમાં પ્રાણ વિદ્યમાન નથી તે અલ્પપ્રાણ, આગંતુક જંતુ રહિત. શાલ્યાદિ બીજ રહિત તે અલ્પબીજ. અહીં પ્રાણ માં બીજાદિ એકેન્દ્રિયો સંભવે છે. તેના ઉપરી પ્રાવરણથી યુક્ત. સંવૃત્ત - બંને પડખેથી ભીંત આદિ વડે ઢાંકેલ, અટવીમાં કુડંગાદિથી ઢંકાયેલ. અન્યથા દીન આદિ યાચનામાં દાન કે અદાનમાં પુન્યબંધ કે પ્રદ્વેષાદિ સંભવે છે. અથવા સંવૃત્ત એટલે બધાં આશ્રવથી વિરમણ. બીજા સાથે - એકલો નહીં. જેથી રસલંપટાદિ ન સંભવે. - X - X - X - સરસ, વિરસ આદિ આહારમાં રાગ કે દ્વેષ રહિતપણે. સમ્યક્‌ યત્ના કરે તે સંયત. - X - હવે વાક્‌યતના કહે છે –

Linked texts (2)